Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડોદરામાં બની ૮૨ કિલો નાડાછડીમાંથી ગણપતિબાપ્પાની વિશાળ મૂર્તિ

વડોદરામાં બની ૮૨ કિલો નાડાછડીમાંથી ગણપતિબાપ્પાની વિશાળ મૂર્તિ

Published : 03 September, 2026 11:35 AM | IST | vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં ૧૦ વર્ષથી આ મંડળ દ્વારા ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે

નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી રહેલા મંડળના સભ્યો.

નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી રહેલા મંડળના સભ્યો.


વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વલ્લભનગર સોસાયટીમાં શ્રી ગણેશ મંડળ દ્વારા ૮૨ કિલો નાડાછડીમાંથી અંદાજે ૧૦ ફુટ ઊંચી ગણપતિબાપ્પાની વિશાળ મૂર્તિ બનાવવામાં આવી છે. હાલમાં આ મૂર્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. 

છેલ્લાં ૧૦ વર્ષથી આ મંડળ દ્વારા ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. આ વર્ષે નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. એમાં મૂર્તિ બનાવવા માટે આશરે ૮૨ કિલો નાડાછડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંડળના વીસથી પચીસ જેટલા યુવાનોએ મહેનત કરીને મૂર્તિ તૈયાર કરી છે. એમાં દોઢ મહિનાનો સમય લાગ્યો છે. નાડાછડી કુદરતી સામગ્રી હોવાથી એનો ઉપયોગ કરીને મંડળ દ્વારા પર્યાવરણ-સંરક્ષણનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને મૂર્તિ બનાવવામાં આવી રહી છે. ગયા વર્ષે વડવાઈઓ, પડિયા–પતરાળાં અને નારિયેળની છાલમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી હતી. ઉલ્લેખની વાત એ છે કે મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી. 


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 11:35 AM IST | vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK