કૅશ લઈને બૅન્કમાં પૈસા ટ્રાન્સફર કરવાની લાલચ આપીને સુરતના વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી
પૈસા માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
સુરતમાં રહેતા ડાયમન્ડના વેપારીને એક કરોડ રૂપિયા રોકડામાં આપી એની સામે દોઢ કરોડ રૂપિયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની લાલચ આપીને છ લોકોએ પહેલાં પ્લાન તૈયાર કરી એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. રોકડામાં એક કરોડ રૂપિયા ભેગા કરવા માટે વેપારીએ તેના ચારથી પાંચ મિત્રો પાસેથી પૈસા ઉધાર લીધા હતા. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવતાં તે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચતાં તેની સાથે છેતરપિંડી કરનાર ગૅન્ગ ઇન્ટરનૅશનલ હોવાની જાણ થઈ હતી. દિંડોશી પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.