Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સારા પગારની લાલચે બોલાવીને સાઇબર ફ્રૉડ કરાવવાના ષડ‍્યંત્રનો થયો પર્દાફાશ

સારા પગારની લાલચે બોલાવીને સાઇબર ફ્રૉડ કરાવવાના ષડ‍્યંત્રનો થયો પર્દાફાશ

Published : 30 June, 2026 11:19 AM | IST | Myanmar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મ્યાનમાર-થાઇલૅન્ડ સરહદ પર મહારાષ્ટ્રના પચીસ સહિત ૮૦૦ ભારતીયોને બંધક બનાવીને થઈ રહ્યો છે અત્યાચાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના પચીસ યુવાનો સહિત લગભગ ૮૦૦ ભારતીયોને મ્યાનમાર-થાઇલૅન્ડ સરહદ પર કુખ્યાત ગોલ્ડન ટ્રાએન્ગલ ક્ષેત્રમાં બંધક બનાવવામાં આવ્યા છે. થાઇલૅન્ડમાં આકર્ષક નોકરીઓના વાયદા દ્વારા દર મહિને આશરે ૭૦,૦૦૦ રૂપિયાના પગારની લાલચ આપીને તેમને બોલાવવામાં આવ્યા હતા અને પછી બંદૂકની અણીએ તેમની પાસેથી સાઇબર ફ્રૉડ કરાવવામાં આવે છે. આ કેસની તપાસ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વટિગેશન (CBI) પણ કરી રહી છે. 

પોલીસના જણાવ્યા અનુસાર બીડ જિલ્લાના કૈજ તાલુકાના ૨૪ વર્ષના યુવકને ફેસબુક પર જાહેરાત દ્વારા થાઇલૅન્ડમાં ઊંચા પગારવાળી નોકરીનું વચન આપીને ભરતી કરવામાં આવ્યો હતો. ૪ જૂનના રોજ બૅન્ગકૉક પહોંચ્યા પછી તેનું અપહરણ કરીને મ્યાનમાર સરહદ નજીકનાં જંગલોમાં એક સીક્રેટ કૅમ્પમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનો પાસપોર્ટ અને અંગત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. 



યુવકે ત્યાર બાદ તેની પત્નીનો સંપર્ક કર્યો હતો અને ખુલાસો કર્યો હતો કે તેની અને બીજા અનેક લોકો પાસેથી ઑનલાઇન ફ્રૉડનાં કામ કરાવવામાં આવે છે અને દિવસમાં ૧૮ કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેણે આરોપ લગાવ્યો હતો કે સહકાર ન આપે તેને ઇલેક્ટ્રિક કરન્ટ આપે છે અને ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. યુવકે એવો પણ દાવો કર્યો હતો કે એ કૅમ્પની અંદર ૩ લોકોની હત્યા તેણે નજર સમક્ષ જોઈ છે. 


આ ઘટનાની નોંધ લઈને બીડ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે આ માટે મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સ અને રાજ્ય સરકારની મદદ લઈને ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવાના પ્રયાસ ચાલુ કર્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 11:19 AM IST | Myanmar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK