° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


કાર્તિક અને કિયારાએ ગોંડલમાં કર્યુ ફિલ્મનું શૂટિંગ, અભિનેત્રી દેખાઈ એકદમ ગુજરાતણ લૂકમાં 

22 November, 2022 09:55 AM IST | Rajkot
Nirali Kalani

આ ફિલ્મ એક ગુજરાતી પરિવાર પર આધારિત છે. જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ગોંડલમાં ફિલ્મના શૂટિંગ દરમિયાનની એક તસવીર

ગોંડલમાં ફિલ્મના શૂટિંગ દરમિયાનની એક તસવીર

ગુજરાતનું ગોંડલ (Gondal)હવે શૂટિંગ માટે મહત્વનું સ્થળ બન્યું છે. સલમાન ખાન સ્ટારર `પ્રેમ રતન ધન પાયો` અને `રૉ` જેવી ઘણી ફિલ્મોના શૂટિંગ રજવાડાંના મહેલ અને ગોંડલની ગલીઓમાં થયા છે. ત્યારે ફરી વધુ એક બૉલિવૂડ ફિલ્મ `સત્ય પ્રેમ કી કથા` (Satya Prem Ki katha) માં ગોંડલની ગલીઓ જોવા મળશે. ગુજરાતી પરિવાર પર આધારિત ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મની સ્ટારકાસ્ટ ગોંડલ પહોંચી હતી. અભિનેતા કાર્તિક આર્યન(Kartik Aaryan Gondal)અને અભિનેત્રી કિયારા અડવાણી(Kiara Advani Gondal) ફિલ્મના શૂટિંગ માટે એક અઠવાડિયાંથી ગોંડલમાં હતાં. જો કે આ સિવાયના કેટલાક કલાકારો પણ ગોંડલમાં હતાં.  

ગત રોજ એટલે કે રવિવારે કાર્તિક આર્યનને રાજકોટ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. કાર્તિક આર્યનની એક ઝલક મેળવવા માટે એરપોર્ટ પર ચાહકોની ભીડ ઉમટી પડી હતી. ગોંડલમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. શૂટિંગ દરમિયાનની એક તસવીર સામે આવી છે. જેમાં કાર્તિક આર્યન પીળા રંગના કુર્તામાં જોવા મળી રહ્યો છે, જ્યારે અભિનેત્રી કિયાર અડવાણી પણ પીળા રંગની ગુજરાતી સાડીમાં એકદમ ગુજરાતણ લૂકમાં દેખાઈ રહી છે. 

સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નું શૂટિંગ ગુજરાતના અન્ય શહેરોમાં પણ કરવામાં આવ્યું છે. ગોંડલ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ફિલ્મના સીન શૂટ કરવામાં છે. ત્યારે બાદ હવે રાજકોટના ગોંડલમાં મહેલ અને અન્ય વિસ્તારોમાં ફિલ્માંકન થયું છે. એક ગુજરાતી પરિવાર પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ ગોંડલના મહેલમાં આશરે એક સપ્તાહ કરતાં પણ વધું દિવસ સુધી ચાલ્યું હતું. કાર્તિક આર્યન (Kartik Aaryan)અને કીયારા અડવાણી (Kiara Advani) ફિલ્મમાં લીડ રોલમાં છે. જયારે ગુજરાતી કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. 

સિદ્ધાર્થ રાંદેરિયા અભિનેત્રી કિયારાના પિતાના રોલમાં જમાવાટ પાડશે, જે અમદાવાદના ફરસાણના એક મોટા વેપારી હોય છે. તેમજ આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, રાજપાલ યાદવ, ગજરાજ રાવ અને અનુરાધ પટેલ સહિતના કલાકારો પણ સામેલ છે. આ ઉપરાંત ગોંડલનો એક યુવા કલાકાર પણ ફિલ્મમાં અભિનય કરતો જોવા મળશે. ગુજરાતી અભિનય ક્ષેત્રમાં કામ કરતો કલાકાર શ્રિનિલ જાની પણ આ ફિલ્મનો હિસ્સો છે. 

શ્રિનિલ જાની અભિનેતા ગજરાજ રાવ સાથે (ગોંડલ)

ફિલ્મના ડાયરેક્ટર નેશનલ એવોર્ડ વિજેતા સમીર વિધ્વંશ છે. ફિલ્મ આવતા વર્ષે એટલે કે વર્ષ 2023માં રિલીઝ થશે. 

22 November, 2022 09:55 AM IST | Rajkot | Nirali Kalani

અન્ય લેખો

ગુજરાત સમાચાર

TMC પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે કરી ધરપકડ, શા માટે? જાણો

ગોખલે પર મોરબી બ્રિજ તૂટી પડવા (Morbi Tragedy)ના મામલે વડાપ્રધાન મોદી વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે.

06 December, 2022 09:57 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

મોંઘવારીની ઝાળ ગુજરાતના મતદાનને લાગી?

મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકાનાં ત્રણ ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો : દાહોદના ફતેપુરા અને ગાંધીનગર જિલ્લાના કલોલમાં બે જૂથ વચ્ચે ઝપાઝપી

06 December, 2022 09:37 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

નરેન્દ્ર મોદીએ કર્યું આમ આદમીની જેમ મતદાન

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાનમથકમાં મતદાન કરવા માટે અન્ય મતદારોની સાથે લાઇનમાં ઊભા રહ્યા નરેન્દ્ર મોદી : મતદાન કર્યા બાદ ચાલતાં-ચાલતાં ભાઈના ઘરે ગયા : મોદીની ઝલક મેળવવા રાણીપમાં કાર્યકરો અને નાગરિકો ઊમટ્યા

06 December, 2022 09:31 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK