Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Video: ફાની વાવાઝોડાનો કહેર, તોફાનના કારણે ઓરિસ્સામાં ત્રણ મહિલાઓન

Video: ફાની વાવાઝોડાનો કહેર, તોફાનના કારણે ઓરિસ્સામાં ત્રણ મહિલાઓન

03 May, 2019 04:56 PM IST | ઓરિસ્સા

Video: ફાની વાવાઝોડાનો કહેર, તોફાનના કારણે ઓરિસ્સામાં ત્રણ મહિલાઓન

ફાની વાવાઝોડાનો કહેર

ફાની વાવાઝોડાનો કહેર


ફાની વાવાઝોડાએ તબાહી મચાવી છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા છે. કેટલીક જગ્યાએ ગાડીઓ હવામાં ઉડતી જોવા મળી. તોફાન દરમિયાન ઓરિસ્સામાં ત્રણ મહિલાઓના મોતના અહેવાલ આવ્યા છે. જો કે તંત્રએ સમયસર તૈયારી કરી હોવાના કારણે જાન-માલનું નુકસાન ઓછું થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તટરક્ષક દળના જવાનો પહોંચ્યા છે અને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.




હૈદરાબાદના હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર વાવાઝોડું જ્યારે ઓરિસ્સાના કિનારા પર ટકરાયું ત્યારે પવનની ઝડપ 245 કિલોમીટર પ્રતિકલાક હતી.આ વચ્ચે પડી રહેલા સતત વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. 11 લાખ જેટલા લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે.



વાવાઝોડાના કારણે રેલ, માર્ગ અને હવાઈ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. અનેક ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. 100થી વધુ ટ્રેન પણ કેન્સલ કરવામાં આવી છે.

ફાની તોફાન છેલ્લા 43 વર્ષોમાં ભારતના પાડોશી સમુદ્રમાં ઉઠેલું સૌથી મોટું તોફાન છે. અત્યાર સુધીમાં ભુવનેશ્વરમાં 160 મીમીથી વધુ વરસાદ પડી ચુક્યો છે. હજારો વૃક્ષો ઉખડી ગયા છે. કાચા ઘરોને ખૂબ જ નુકસાન થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2019 04:56 PM IST | ઓરિસ્સા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK