Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીને મહિલા આયોગે ફટકારી નોટિસ

રાહુલ ગાંધીને મહિલા આયોગે ફટકારી નોટિસ

10 January, 2019 12:21 PM IST | દિલ્હી

રાહુલ ગાંધીને મહિલા આયોગે ફટકારી નોટિસ

 રાહુલ ગાંધીને મહિલા આયોગે ફટકારી નોટિસ


રાફેલ ડીલમાં કથિત કૌભાંડ મામલે રાહુલ ગાંધી સતત વડાપ્રધાન મોદી પર આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ હવે આ જ આરોપો રાહુલ ગાંધીની મુશ્કેલી વધારી શકે છે. રાહુલ ગાંધીએ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનને લઈ આપેલા નિવેદનને લઈ મુશ્કેલી વધી શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ ફટકારી છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર એક મહિલાની પાછળ છુપાવાનો આરોપ લગાવ્યો હતો.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક રેલીમાં નિવેદન આપ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાફેલ ડીલ મામલે જવાબ નથી આપી રહ્યા અને બચાવ માટે સંસદમાં એક મહિલાને આગળ કરી. આ નિવેદન મામલે મહિલા આયોગે કડક વલણ અપનાવ્યું છે.



રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ટ્વિટ કર્યું કે,'રાહુલ ગાંધીનું "... એક મહિલાને કહ્યું મારી રક્ષા કરો ? મહિલા વિરોધી નિવેદન છે. શું તેઓ એવું વિચારે છે કે મહિલા કમજોર છે. રાહુલ ગાંધી દેશના સંરક્ષણ પ્રધાનને નબળા ગણાવી રહ્યા છે.'


બાદમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ આપવાની માહિતી પણ આપવામાં આવી.

આ પણ વાંચોઃ રાહુલે માંગ્યું રક્ષામંત્રીનું રાજીનામું, કહ્યું PMને બચાવવા સંસદમાં ખોટું બોલ્યા રક્ષામંત્રી


વડાપ્રધાન મોદીએ પણ કર્યો હતો પ્રહાર

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના આ નિવેદનને પીએમ મોદીએ મહિલા વિરોધી ગણાવ્યું હતું. રાહુલ ગાંધીને વળતો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું,'વાતો અવળે પાટે ચડાવવાની બંધ કરો. મારા સવાલનો જવાબ આપો કે જ્યારે તમે રાફેલ ડીલને બદલી ત્યારે સંરક્ષણ મંત્રાલય અને વાયુ સેનાએ આપત્તિ દર્શાવી હતી ?' 

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 12:21 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK