Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જળસંકટ : રાજકોટમાં મહિલાઓએ પાણીના માટલા ફોડીને કર્યું પ્રદર્શન

જળસંકટ : રાજકોટમાં મહિલાઓએ પાણીના માટલા ફોડીને કર્યું પ્રદર્શન

20 April, 2019 04:58 PM IST | રાજકોટ

જળસંકટ : રાજકોટમાં મહિલાઓએ પાણીના માટલા ફોડીને કર્યું પ્રદર્શન

જળસંકટ - તસવીર સૌજન્ય/Bipin Tankaria

જળસંકટ - તસવીર સૌજન્ય/Bipin Tankaria


ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં પીવાના પાણીની તંગી થઈ છે. અહીંયા આમ તો પ્રશાસન પાણીની કોઈપણ સમસ્યા નહીં થવાનો દાવો કરે છે, પરંતુ જમીનની વાસ્તવિકતા કઈ અલગ જ છે. ગરમીની શરૂઆતમાં જ શહેરના કેટલાક ક્ષેત્રોમાં પાણી નથી મળી રહ્યું, સામાન્ય લોકો પાણી માટે તરસી રહ્યા છે. એવામાં એક વિસ્તારની મહિલાઓએ શહેરના વૉર્ડ ઑફિસના બહાર માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યો છે.

water crisis



 


'પાણી આપો અને પીવો દો'ના નારા લગાવ્યા

સ્ત્રીઓએ મટકી ફોડી અને બોલી- 'પાણી આપો અને પીવો દો' આ સ્ત્રીઓનું કહેવું છે કે શહેરના વૉર્ડ નંબર 12 સ્થિત મવડી ક્ષેત્રમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાવનું પાણીનું અનિયમિત વિતરણ થવાના કારણે અહીંના લોકોને ભારી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વાર ફરિયાદ કર્યા બાદ પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો તેથી અહીંયાના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા. કૉંગ્રેસ કૉર્પોરેટની આગેવાનીમાં સ્ત્રીઓ પણ વૉર્ડ ઑફિસ પહોંચી અને પાણી આપો, પીવા દોના નારા લગાવીને ઑફિસની બહાર માટલા ફોડ્યા.


water crisis 02

તે દરમિયાન કૉંગ્રેસ કૉર્પોરેટે કહ્યું, આમ તો વહીવટ કહે છે કે શહેરમાં પાણીને લઈને કોઈ મુશ્કેલીઓ નથી. પરંતુ આ કેવી રીતે થઈ રહ્યું છે કૉંગ્રેસ શાસિત વિસ્તારોમાં જાણી-જોઈને પાણી આપી નથી રહી. બીએમસી તંત્ર બીજેપીના ઈશારા પર કામ કરે છે.

આ પણ વાંચો : મને ખૂબ ગમે છે જ્યારે લોકો મને કહે છે સેલ્ફી ક્વીનઃ RJ અદિતી

ત્યાં બીએમસીના અધિકારીઓએ કહ્યું કે ટેક્નિકલ નુકસાનને લીધે શહેરમાં પાણીનું વિતરણ અનિયમિત રહ્યું છે અને તેને ટૂંક સમયમાં સુધારવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2019 04:58 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK