વડોદરાઃએક મહિલાએ 55 મિનિટની અંદર 4 બાળકોને આપ્યો જન્મ

Published: Jul 17, 2019, 09:49 IST | વડોદરા

વડોદરામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. પહેલીવાર સાંભળવામાં આવે તો માનવામાં જ ન આવે તેવી ઘટના વડોદરાની એક હોસ્પિટલમાં બની છે.

વડોદરામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. પહેલીવાર સાંભળવામાં આવે તો માનવામાં જ ન આવે તેવી ઘટના વડોદરાની એક હોસ્પિટલમાં બની છે. વડોદરાની એક હોસ્પિટલમાં એક મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે. જી હાં, વડોદરાની કમણી ચૈનાની હોસ્પિટલમાં એક મહિલાએ માત્ર 55 મિનિટના ગાળામાં 4-4 બાળકોને જન્મ આપ્યો.

મળતી માહિતી પ્રમાણે વડોદરામાં વ્હોરાવાડ વિસ્તારમાં રહેતા રૂકસારબાનુ ગુફરાન માગદખાને રવિવારે પ્રસૂતિ પીડા ઉપડી હતી. પરિણામે પરિવારજનો તેમને તરત જ કમણી ચૈનાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટર્સની મદદથી તેમણે 4 - 4 બાળકોને એક સાથે જન્મ આપ્યો. રુક્સારબાનુને મોડી રાત્રે 1 વાગે પુત્રીનો જન્મ થયો. બાદમાં 1.38 કલાકે પુત્ર, 1.39 કલાકે ત્રીજા પુત્ર અને 1.55 કલાકે ચોથા પુત્રને જન્મ થયો.

આ ઘટનાના સાક્ષી બનીને હોસ્પિટલ્સના ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા છે. મળતી માહિતી પ્રમાણે ચારેય બાળકો સ્વસ્થ છે. તો રુક્સારબાનુની તબિયત પણ સારી છે. સૌથી પહેલા જન્મેલીબાળકીનું વજન 1 કિલોગ્રામ, બે બાળકોનું 1.2 કિલોગ્રામ અને અન્ય એક બાળકનું વજન 1.1 કિલોગ્રામ છે. ચારેય નવજાતબાળકોને એન.આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Priyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ

ડોક્ટર્સના કહેવા પ્રમાણે આ એક ચોંકાવનારી અને આશ્ચર્યજનક ઘટના છે. આખા વિશ્વમાં આવી ઘટના ક્યારેક જ બને છે. 5 લાખ મહિલાઓમાં એક વાર કોઈ મહિલા એક સાથે 4 બાળકોને જન્મ આપે છે. ત્યારે રુક્સારબાનુનો કિસ્સો પણ આવો જ એક રેર કિસ્સો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK