Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં રિલીફ મળી, પણ હાઉસમેડને સોસાયટીમાં એન્ટ્રી આપવી કે નહીં ?

લૉકડાઉનમાં રિલીફ મળી, પણ હાઉસમેડને સોસાયટીમાં એન્ટ્રી આપવી કે નહીં ?

06 June, 2020 08:21 AM IST | Mumbai
Urvi Shah Mestry

લૉકડાઉનમાં રિલીફ મળી, પણ હાઉસમેડને સોસાયટીમાં એન્ટ્રી આપવી કે નહીં ?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લૉકડાઉન ધીરે-ધીરે ખૂલી રહ્યું છે ત્યારે સોસાયટીવાળા કન્ફ્યુઝ છે કે કામવાળી બાઈ કે ઇલેક્ટ્રિશ્યનને સોસાયટીની અંદર આવવા દેવા કે નહીં? સરકારની હજી સુધી કોઈ ગાઇડલાઇન નથી મળી ત્યારે મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશન સરકાર સાથે વાતચીત કરીને મેઇડ કે કામવાળી બાઈ વગેરેને અંદર આવવા દેવી કે નહીં એ સ્પષ્ટ કરશે, જેથી સોસાયટીવાળાઓની મૂંઝવણ દૂર થાય અને લોકો ગાઇડલાઇન પ્રમાણે ચાલી શકે.

આ બાબતે મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશનના ચૅરમૅન રમેશ પ્રભુએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘જ્યારે લૉકડાઉન ચાલુ થયું ત્યારે સરકાર દ્વારા સ્પષ્ટ કરાયું હતું કે કામવાળી બાઈ કે અન્યોને સોસાયટીની અંદર આવવા દેવા નહીં. હવે જ્યારે લૉકડાઉન ખૂલી રહ્યું છે તો સરકાર તરફથી કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન નથી મળી એથી એવું લાગી રહ્યું છે કે સોસાયટીવાળાઓ પર છે એણે કામવાળી બાઈ કે પ્લમ્બરને અંદર આવવા દેવા કે નહીં. જોકે ત્રણ દિવસથી અમે સરકારને ટ્વીટ પણ કરી રહ્યા છીએ કે અમને ગાઇડલાઇન આપો, પરંતુ હજી સુધી અમને કોઈ ગાઇડલાઇન મળી નથી એથી હવે અમે એક એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર) બનાવીશું અને ઝૂમ પર હાઉસિંગ સોસાયટીના મેમ્બરો સાથે મીટિંગ કરીશું.’



આ બાબતે કાંદિવલીની દીપક રેસિડન્સીના સેક્રેટરી અશોક મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અત્યાર સુધી અમારા બિલ્ડિંગની અંદર અમે કામવાળી બાઈ, ગાડી ધોનાર કે ઇસ્ત્રીવાળાને અંદર આવવા દેતા નહોતા. હવે લૉકડાઉન ધીરે-ધીરે ખૂલી રહ્યું છે ત્યારે મૂંઝવણ પણ થાય છે કે ૮ જૂન પછી અમે કામવાળી બાઈ, ઇલેક્ટ્રિશ્યન કે પ્લમ્બરને અંદર આવવા દઈએ કે નહીં? હજી સુધી સરકાર તરફથી કોઈ ગાઇડલાઇન મળી નથી એથી અમે તાત્પૂરતું વિચાર્યું છે કે ૮ જૂન પછી અમારી સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડ સોસાયટીમાં આવનાર બહારના લોકોનું સ્ક્રીનિંગ કરશે, હાથ ધોઈને સૅનિટાઇઝ કરાવશે અને માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. એ બધું બરાબર હશે તો જ અમે કામવાળી બાઈ કે પ્લમ્બર કે અન્યોને સોસાયટીની અંદર પ્રવેશ આપીશું અને જો સરકાર કોઈ નવી ગાઇડલાઇન આપશે તો એ પ્રમાણે અમે કામ કરીશું.’

આ બાબતે કાંદિવલીની દહાણુકરવાડીમાં આવેલી ગોલ્ડ સ્ટાર કો-ઓ. હા. સોસાયટીના સેક્રેટરી સનીલ બક્ષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારસુધી સરકારની કોઈ નવી સૂચના મળી નથી એથી જૂન મહિના સુધી તો અમારી સોસાયટીની અંદર કામવાળી બાઈને કે કોઈને આવવા દઈશું નહીં. જો કોઈ ઇમર્જન્સી આવશે તો જે-તે કામદારને સોસાયટીની અંદર લઈશું અને એ પણ માસ્ક પહેરીને, હૅન્ડ વૉશ કરી સૅનિટાઇઝ કરીને જ પ્રવેશ આપીશું. અત્યાર સુધીમાં તો અમે આઉટસાઇડરને પ્રવેશ આપ્યો નથી. જૂન મહિના પછી જેવી પરિસ્થિતિ હશે એ મુજબ અમે નિયમમાં ફેરફાર કરીશું.


ત્રણ દિવસથી અમે સરકારને ટ્વીટ કરી રહ્યા છીએ કે અમને ગાઇડલાઇન આપો, પરંતુ હજી સુધી અમને કોઈ ગાઇડલાઇન મળી નથી એથી હવે અમે એક એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર) બનાવીશું અને ઝૂમ પર હાઉસિંગ સોસાયટીના મેમ્બરો સાથે મીટિંગ કરીશું.

- રમેશ પ્રભુ, મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશનના ચૅરમૅન


કોરોના વાઇરસ ફેલાય નહીં એ માટે સોસાયટીઓએ જરૂરી પ્રિકોશન લઈને કામવાળી બાઈ કે ઇલેક્ટ્રિશ્યન કે કોઈ પણ વ્યક્તિ હોય તેને અંદર આવવા દેવી જોઈએ.

- નવાબ મલિક, મહારાષ્ટ્રના માયનૉરિટી ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલમેન્ટના પ્રધાન

અત્યાર સુધી અમારા બિલ્ડિંગની અંદર અમે કામવાળી બાઈ, ગાડી ધોનાર કે ઇસ્ત્રીવાળાને અંદર આવવા દેતા નહોતા. હવે લૉકડાઉન ધીરે-ધીરે ખૂલી રહ્યું છે ત્યારે મૂંઝવણ પણ થાય છે કે અમે કામવાળી બાઈ, ઇલેક્ટ્રિશ્યન કે પ્લમ્બરને અંદર આવવા દઈએ કે નહીં ?

- અશોક મહેતા, કાંદિવલીની દીપક રેસિડન્સીના સેક્રેટરી

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2020 08:21 AM IST | Mumbai | Urvi Shah Mestry

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK