પંજાબ અને ઉત્તરાખંડમાં ૩૦ જાન્યુઆરીએ, જ્યારે ગોવામાં ૩ માર્ચે અને મણિપુરમાં ૨૮ જાન્યુઆરીએ વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચીફ ઇલેક્શન કમિશનર એસ. વાય. કુરેશીએ કહ્યું છે કે આ તમામ રાજ્યોની ચૂંટણીના મતોની ગણતરી ૪ માર્ચે કરવામાં આવશે.
હવે વિધાનસભાની ચૂંટણીના આ સમયપત્રકને કારણે સામાન્ય રીતે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે સંસદમાં રજૂ થતું સામાન્ય બજેટ તથા આ સમયગાળામાં જ રજૂ થતું રેલવે બજેટ મોકૂફ રાખવાની જાહેરાત થઈ શકે એવા સંજોગો ઊભા થયા છે. જો આમ થશે તો મતગણતરી પછી ૮ માર્ચે સામાન્ય બજેટ અને ૧૦ માર્ચે રેલવે બજેટ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં આ બજેટ રજૂ થાય છે, પણ આ વર્ષે આ સમયગાળા દરમ્યાન મોટા ભાગના સંસદસભ્યો ચૂંટણી-કૅમ્પેનમાં વ્યસ્ત હશે. જોકે ગઈ કાલે પાંચ રાજ્યોમાં ઇલેક્શનને કારણે બજેટ પાછું ઠેલાશે કે કેમ એવા પ્રfનના ઉત્તરમાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે ‘બીજાં રાજ્યોની ચૂંટણી પતી ગઈ હોવાથી અને ફક્ત ગોવાની જ બાકી હોવાથી મને એના નિયત સમયે બજેટ રજૂ કરવામાં કોઈ પ્રૉબ્લેમ જણાતો નથી. જોકે એની ચોક્કસ તારીખ જુદા-જુદા લેવલે ચર્ચા કર્યા પછી જ નક્કી કરવામાં આવશે.’
પરિણીતી ચોપરાની ફિલ્મ 'સાઈના'નું ટીઝર રિલીઝ, અભિનેત્રીનો સ્પોર્ટી અંદાજ
4th March, 2021 15:58 ISTગુજરાતની ચાર મહિલા ઓફિસરોની વાર્તા ચમકશે સિલ્વર સ્ક્રીન પર
4th March, 2021 15:21 ISTસુનીલ શેટ્ટીએ પ્રૉડક્શન કંપની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ,આ ફિલ્મ પર વિવાદ
4th March, 2021 14:56 ISTWomen's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને
4th March, 2021 14:21 IST