વિરારમાં મજાક ઝઘડામાં ફેરવાતાં થયેલી મારપીટમાં યુવકે જીવ ગુમાવ્યો

પ્રીતિ ખુમાણ ઠાકુર | મુંબઈ | Jul 13, 2019, 12:50 IST

લોકો ઝઘડનારાઓને છોડાવવાને બદલે તમાશો જોતા રહ્યા

અમિત તોમર
અમિત તોમર

વિરારમાં બે મિત્રો વચ્ચે મજાક-મસ્તી ચાલતી હતી એમાં એકનું મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના બની હતી. બિયરના નશામાં ચૂર બન્ને મિત્રો વચ્ચેની મજાકે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં તેઓ લાત-મુક્કા પર આવી જતાં એક મિત્રનું મૃત્યુ થયું હતું, જ્યારે જીવલેણ મારપીટ કરનારો મિત્ર પછીથી પલાયન થઈ ગયો હતો. દુ:ખની વાત એ હતી કે લોકો બન્નેની મારપીટનો તમાશો જોતા રહ્યા હતા, પણ કોઈએ વચ્ચે પડીને તેમને છોડાવવાનો પ્રયાસ નહોતો કર્યો. વિરાર પોલીસે હત્યાનો કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વિરાર પોલીસે જણાવ્યા મુજબ વિરાર-ઈસ્ટમાં આવેલા ફૂલપાડાના જનકપુર ધામમાં ૨૭ વર્ષનો કેતન મંડલ પરિવાર સાથે રહેતો હતો. ગુરુવારે મોડી રાતે કેતન તેના મિત્ર અમિત તોમર સાથે એક બિયર-શૉપ નજીક બેસીને બિયર પી રહ્યો હતો. એ વખતે બન્ને વચ્ચે મજાક-મસ્તી ચાલી રહી હતી, પણ પછી અચાનક જોરદાર ઝઘડો થતાં મજાકે ગંભીર રૂપ ધારણ કરતાં બન્ને મારામારી પર ઊતરી આવ્યા હતા.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

ઝઘડો વધી જતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ બન્નેને શાંત કરીને છૂટા પાડવાને બદલે તેઓ ફક્ત તમાશો જોતા રહ્યા હતા. અમિતે કેતનને લાત અને મુક્કા માર્યા હતા જેમાં ગંભીર રીતે જખમી થતાં કેતનનું મૃત્યુ થયું હતું. જોકે ત્યાર બાદ અમિત ત્યાંથી નાસી ગયો હતો. ઘાયલ કેતનને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK