૩ લાખ માચીસની સળીમાંથી બનાવાયો છે આ તાજ મહલ

Published: Oct 04, 2020, 08:55 IST | Mumbai correspondent | Mumbai

કલકત્તા યુનિવર્સિટીમાં એમએ વિથ ઇંગ્લિશ કરી રહેલી સાહેલીએ પોતાની આ અનોખી કૃતિની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની એન્ટ્રી માટે પણ મોકલી દીધી છે.

૩ લાખ માચીસની સળીમાંથી બનાવાયો છે આ તાજ મહલ
૩ લાખ માચીસની સળીમાંથી બનાવાયો છે આ તાજ મહલ

પશ્ચિમ બંગાળના નડિયા જિલ્લાના ક્રિષ્નાનગરમાં રહેતી બાવીસ વર્ષની સાહેલી પાલ નામની યુવતીએ માચીસની સળીઓની મદદથી ભારતનું મોસ્ટ આઇકનિક ગણાતા સ્થાપત્યની પ્રતિકૃતિ રચી હતી. સાહેલીની ઇચ્છા છે કે તે ૨૦૧૩માં ૧,૩૬,૯૫૧ મૅચસ્ટિક્સની બનેલા યુનેસ્કોના લોગો કરતાં મોટી કૃતિની રચના કરે અને એનો રેકૉર્ડ તોડે.
કલકત્તા યુનિવર્સિટીમાં એમએ વિથ ઇંગ્લિશ કરી રહેલી સાહેલીએ પોતાની આ અનોખી કૃતિની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની એન્ટ્રી માટે પણ મોકલી દીધી છે.
સાહેલી પહેલેથી કળાનો જીવ રહી છે. તે અવારનવાર કંઈક અવનવું ક્રીએશન કરતી રહે છે. ૩૦ સપ્ટેમ્બર દિવાસળીનો તાજમહેલ બનાવ્યો એ પહેલાં તેણે ૨૦૧૮માં તેણે માટીમાંથી એકદમ ટચૂકડી મા દુર્ગા‍ની મૂર્તિ પણ બનાવી હતી. આ મૂર્તિ સાવ ૨.૫૪ સેન્ટિમીટર બાય ૧.૯૩ સેન્ટિમીટરની હતી. દુર્ગાની આ મૂર્તિનું વજન જસ્ટ ૨.૩ ગ્રામ જેટલું હતું. સાહેલીને આ કળા તેના પપ્પા અને દાદા પાસેથી ગળથૂથીમાં મળી છે. તેના પિતા સુબીર અને દાદા બિરેનને ૧૯૯૧ શિલ્પકલા માટે રાષ્ટ્રપતિ દ્વારા અવૉર્ડ પણ મળી ચૂક્યા છે.

Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK