સ્વાઈન ફ્લૂનો આતંકઃરાજ્યમાં કુલ 83 કેસ નોંધાયા
રાજ્યમાં ઠંડી ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ સ્વાઈન ફ્લૂનો કહેર ઓછો નથી થઈ રહ્યો. સ્વાઈન ફ્લૂના કેસ રોજેરોજ વધી રહ્યા છે. ફેબ્રુઆરી 24 સુધીમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 83 કેસ નોંધાઈ ચૂક્યા છે.
આ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 83 કેસ નોંધાયા છે. વડોદરામાં રવિવારે સ્વાઈન ફ્લૂના 19 પોઝિટિવ કેસ નોંધાયા તો સુરતમાં પણ વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્વાઈન ફ્લૂનો કહેર, 53 દિવસમાં 50 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 53 દિવસમાં 50 દર્દીઓના સ્વાઈન ફ્લૂના લીધો મોત થઈ ચૂક્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂએ ભરડો લીધો છે.