Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ, ઉંડાઈ છે ૧૪૬ ફૂટનો

વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ, ઉંડાઈ છે ૧૪૬ ફૂટનો

10 March, 2019 10:13 AM IST |

વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ, ઉંડાઈ છે ૧૪૬ ફૂટનો

ઈંગ્લેન્ડમાં આવેલો છે આ સ્વિમિંગપુલ

ઈંગ્લેન્ડમાં આવેલો છે આ સ્વિમિંગપુલ


પોલૅન્ડના એક શહેરમાં આવતા અઠવાડિયે ડીપસ્પૉટ સેન્ટર ખૂલવા જઈ રહ્યું છે જે એક હોટેલ છે અને સ્વિમિંગના રસિયાઓ માટે સ્વર્ગ છે. 146 ફુટ ઊંડો સ્વિમિંગ-પૂલ હોવાથી આ ડીપસ્પૉટ સેન્ટરે વિશ્વના સૌથી ઊંડા સ્વિમિંગ-પૂલનો વિક્રમ બનાવ્યો છે. જૂના સૌથી ઊંડા પૂલ કરતાં આ નવું સેન્ટર લગભગ ૧૬ ફુટ વધુ ઊંડું છે. જૂનો રેકૉર્ડ ઇટલીના મોન્ટેગ્રોટો ટાઉનના સ્વિમિંગ-પૂલના નામે હતો. પૉલેન્ડના આ પૂલમાં ઑલિમ્પિક સાઇઝના ૨૭ સ્વિમિંગ-પૂલ આવી જાય એટલું પાણી સમાય છે.

deepest swimming pool



આ રીતે બન્યો છે સ્વિમિંગ પૂલ


એમાં અન્ડરવૉટર ટનલ પણ છે અને હોટેલની કેટલીક રૂમોમાંથી પણ આ પૂલ દેખાય છે. પોલૅન્ડની રાજધાની વૉસોર્થી ૪૦ કિલોમીટર દૂર આવેલા પૂલનો ઉપયોગ માત્ર સ્કૂબા-ડાઇવર્સ જ નહીં, અન્ય લોકો પણ કરી શકશે.

આ પણ વાંચોઃ દીકરી સાથે લગ્ન કરનારને આ પિતા સામેથી આપશે બે કરોડ રૂપિયા


અત્યારે તો આ પૂલ વિશ્વનો સૌથી ઊંડો હોવાનું સન્માન મેળવી રહ્યો છે, પરંતુ બહુ જલદીથી એ ખિતાબ એની પાસેથી છીનવાઈ જવાનો છે. ઇંગ્લૅન્ડના કૉલ્ચેસ્ટરમાં બ્લુ અબાયસ નામનો પૂલ અન્ડર-કન્સ્ટ્રક્શન છે. આ પૂલ ૧૬૪ ફુટ ઊંડો બની રહ્યો છે. આ પૂલ ઊંડા દરિયા અને સ્પેસ રિસર્ચ માટે બની રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2019 10:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK