Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજ ઠાકરેને મળેલી EDની નોટિસ બાદ સમર્થનમાં આવ્યા ઉદ્ધવ ઠાકરે

રાજ ઠાકરેને મળેલી EDની નોટિસ બાદ સમર્થનમાં આવ્યા ઉદ્ધવ ઠાકરે

21 August, 2019 06:31 PM IST | મુંબઈ

રાજ ઠાકરેને મળેલી EDની નોટિસ બાદ સમર્થનમાં આવ્યા ઉદ્ધવ ઠાકરે

રાજ ઠાકરેને મળેલી EDની નોટિસ બાદ સમર્થનમાં આવ્યા ઉદ્ધવ ઠાકરે

રાજ ઠાકરેને મળેલી EDની નોટિસ બાદ સમર્થનમાં આવ્યા ઉદ્ધવ ઠાકરે


શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે પોતાના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેનું સમર્થન કર્યું છે. જેમણે પ્રવર્તન નિર્દેશાલય(ઈડી)નું સમન્સ મળ્યું છે. ઉદ્ધવને જ્યારે મીડિયાકર્મીઓએ આ મામલે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે ઈડીની તપાસમાં કાંઈ જ સામે નહીં આવે.

રાજે ઈડીએ કોહિનૂર સીટીએનએલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસીઝ લોનમાં કથિત અનિયમિતતાઓના મામલે નોટિસ આપી છે. જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેનો રાજ માટે પક્ષ લેવું ખૂબ જ આશ્ચર્યજનક છે અને એ પણ ત્યારે જ્યારે તેઓ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાની સામે પ્રચાર કરી ચુક્યા છે.

જણાવી દઈએ કે રાજ ઠાકરેને  નોટિસ આપીને 22 ઑગસ્ટે હાજર થવાનો આદેશ આપ્યો છે.  ત્યાં જ તમને જણાવી દઈએ કે સાથે જ આ મામલામાં શિવસેનાના નેતા મનોહર જોશીના દીકરા ઉન્મેશ જોશીને પણ 19 ઑગસ્ટે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

શું છે મામલો?
ઈડીએ આઈએલએફએસએ કોહિનૂર સીટીએનએ કંપનીને આપેલી ઋણ અને રોકાણની તપાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રોકાણમાં ગરબડની ફરિયાદ બાદ ઈડીએ આ મામલામાં દખલ આપી અને તપાસ કરી હતી.

આ પણ જુઓઃ ટ્રેડિશનલ વૅરમાં એકદમ ગુજરાતી ગોરી લાગી રહી છે કિંજલ દવે



રાજ ઠાકરેનું મૌન
આ મામલા રાજ ઠાકરે તરફથી કોઈ પ્રક્રિયા નથી સામે આવી. જો કે તેમની પાર્ટીની તરફથી કોઈ નિવેદન સામે આવ્યા છે અને તેને નિરાધાર બતાવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2019 06:31 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK