દુલ્હનના લૂકમાં શોભી ઉઠી અંબાણી પરિવારની પુત્રવધુ શ્લોકા, જુઓ ફોટોઝ

Published: 13th March, 2019 10:23 IST

શ્લોકા લગ્નના દિવસે ખૂબ જ સુંદર લાગતી હતી. તેણે રેડ કલરના લહેંગાને કોમ્પ્લીમેન્ટ કરતાં હેવી કુંદન અને ગ્રીન એમરાલ્ડ જ્વેલરી પહેરી હતી. ગળામાં ચોકર નેકપીસની સાથે રાણી હાર પહેર્યો હતો. જે તેના લુક પર્ફેક્શન આપતું હતું.

દુલ્હનના લુકમાં શ્લોકા
દુલ્હનના લુકમાં શ્લોકા

શ્લોકા મેહતાએ 9 માર્ચના આકાશ અંબાણી સાથે લગ્ન કર્યાં. મુંબઈમાં ધૂમધામથી બંનેના લગ્નની ઉજવણી થઈ. લગ્નના દિવસે આકાશ અંબાણી અને શ્લોકા મેહતા પર્ફેક્ટ કપલના લૂકમાં જોવા મળ્યા. લગ્નની વિધિ કરતાં તેમની કેટલીય તસવીરો અને વીડિયોઝ શેર થયા છે અને હવે દુલ્હનરૂપે સજેલી અંબાણી પરિવારની પુત્રવધુ શ્લોકા મેહતાની લેટેસ્ટ અને કેન્ડિડ તસવીરો વાયરલ થઈ છે તે જુઓ.

 બ્રાઈડલ લુકમાં શ્લોકા મેહતાની આ તસવીર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. લગ્નના દિવસે તેણે જાણીતાં ફેશન ડિઝાઈનર અબૂ જાની- સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલ વેડિંગ લહેંગો પહેર્યો હતો. રેડ કલરના આ લહેંગાએ શ્લોકાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા.

 શ્લોકાના આ લહેંગામાં હેન્ડ એમ્બ્રોઈડરી કરવામાં આવી છે. ઝર્દોશી કટવર્કે આ લહેંગાને એક અનેરો ઓપ આપ્યો છે. દુપટ્ટાની બોર્ડરમાં ફ્લોરલ મોટીફનો ઉપયોગ કરાયો છે. જેના લીધે દુપટ્ટાને ક્લાસી લુક મળે છે.

 શ્લોકા લગ્નના દિવસે ખૂબ જ સુંદર લાગતી હતી. તેણે રેડ કલરના લહેંગાને કોમ્પ્લીમેન્ટ કરતાં હેવી કુંદન અને ગ્રીન એમરાલ્ડ જ્વેલરી પહેરી હતી. ગળામાં ચોકર નેકપીસની સાથે રાણી હાર પહેર્યો હતો. જે તેના લુક પર્ફેક્શન આપતું હતું. 

 શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્નપ્રસંગે દેશવિદેશની મોટી મોટી હસ્તિઓએ હાજરી નોંધાવી હતી. બૉલીવુડ, રમત ગમત, રાજકારણ, બિઝનેસના વિશ્વભરના તમામ દિગ્ગજો અંબાણી-મેહતા પરિવારના આ ખાસ પ્રસંગે સેલિબ્રેશનનો ભાગ બન્યા. 

 આ કપલના લગ્નમાં બી-ટાઉનના સેલેબ્સ પણ મન ભરીને નાચ્યા. કરણ જોહર, પ્રિયંકા ચોપડા, ઐશ્વર્યા રાય, રણબીર કપૂરે પણ આકાશ અંબાણીની જાનમાં ખૂબ ધમાલ મચાવ્યો. 

9 માર્ચના મુંબઈમાં આવેલ જિયો વર્લ્ડ સેંટરમાં લગ્ન પછી 10 માર્ચના પોસ્ટ વેડિંગ પાર્ટી રાખવામાં આવી હતી. પછી 11 માર્ચના ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરાયું હતું. સતત ત્રણ દિવસ સુધી ચાલેલ આ લગ્નપ્રસંગ ટૉક ઑફ ધ ટાઉન રહ્યું.

આ પણ વાંચો : જુઓ આકાશ અંબાણીના પ્રિવેડિંગ ફોટોશૂટની ઝલક

શ્લોકા-આકાશે મુંબઈમાં લગ્ન પહેલા સ્વિટ્ઝરલેન્ડમાં પાર્ટી કરી હતી. જેમાં ફિલ્મજગતના કેટલાક સેલેબ્સની હાજરી હતી. જેમ કે રણબીર કપૂર-આલિયા, મલાઈકા અરોરા-અર્જૂન કપૂર, કરિશ્મા કપૂર, કરણ જોહર, રાજ કુમાર હિરાની જેવા સેલેબ્સ આ ફંકશનમાં સામેલ થયા હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK