Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કાળઝાળ ગરમીથી ત્રસ્ત ગુજરાત, આજે પણ હિટવેવની આગાહી

કાળઝાળ ગરમીથી ત્રસ્ત ગુજરાત, આજે પણ હિટવેવની આગાહી

28 April, 2019 11:06 AM IST | અમદાવાદ

કાળઝાળ ગરમીથી ત્રસ્ત ગુજરાત, આજે પણ હિટવેવની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી

રાજ્યમાં કાળઝાળ ગરમી


મે મહિનાની શરૂઆત પહેલા જ આકરી ગરમી પડી રહી છે. શનિવારે રાજ્યમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ હતી. અનેક જગ્યાએ ગરમીનો પારો 45ને પાર થયો હતો. 45.2 ડિગ્રી સાથે કંડલા બંદર રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું. સુરેન્દ્રનગર અને ઈડરમાં પણ 45 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદીઓ આકરી ગરમી માટે રહેજો તૈયાર
અમદાવાદમાં આજથી આગામી બે દિવસ માટે 45 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. જેના માટે તંત્રએ કેટલાક ખાસ આદેશો પણ આપ્યા છે. તંત્રએ શહેરના બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો છે. સાથે રવિવારે તમામ હેલ્થ સેન્ટરો ખુલ્લા રાખવામાં આવશે. શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઈટ બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંધ રાખવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

હોસ્પિટલોમાં કરાશે ખાસ વ્યવસ્થા
કાળઝાળ ગરમીના કારણે હિટ સ્ટ્રોક થવાની શક્યતાને જોતા સરકારી હોસ્પિટલોમાં વિના મુલ્યે છાશ વિતરણ કરવામાં આવશે. સાથે જ તમામ હોસ્પિટલોમાં આઈસ પેક અને OSRની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરના બગીચાઓમાં પણ પાણીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદનું અનોખું RO વૉટર પૉઇન્ટ જ્યાં મિનરલ પાણી લેવા લાગે છે લાઇન



શનિવારનું તાપમાન
શનિવારનો દિવસ રાજ્યમાં ખૂબ જ ગરમ રહ્યો હતો. અમરેલીમાં 44.9 ડિગ્રી, રાજકોટમાં 44.7 ડિગ્રી, વડોદરામાં 44 ડિગ્રી, ભૂજમાં 43.8 ડિગ્રી, અમદાવાદમાં 43.6 ડિગ્રી સાથે મોટાભાગના તમામ શહેરોમાં 40 ડિગ્રીથી ઉપર રહ્યું હતું. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2019 11:06 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK