Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લોકોની છૂપી શક્તિનો આવિષ્કાર કરીને એને નિખારવાની શક્તિ સાહેબમાં હતી

લોકોની છૂપી શક્તિનો આવિષ્કાર કરીને એને નિખારવાની શક્તિ સાહેબમાં હતી

22 April, 2019 01:47 PM IST |
રુચિતા શાહ

લોકોની છૂપી શક્તિનો આવિષ્કાર કરીને એને નિખારવાની શક્તિ સાહેબમાં હતી

લોકોની છૂપી શક્તિનો આવિષ્કાર કરીને એને નિખારવાની શક્તિ સાહેબમાં હતી


એક એવું વ્યક્તિત્વ જે નાનપણથી જ વિચારશીલ. બાળવયમાં જોયેલા નજીકના સ્વજનોના મૃત્યુની પીડા પોતાના પર શું કામ આવી એનાં કારણો શોધવા માટે અનાયાસ આંતરયાત્રા શરૂ કરે છે. એ યાત્રા દરમ્યાન રમણ મહર્ષિ, અરબિંદો અને મહાત્મા ગાંધી જેવી વિભૂતિઓના સંપર્કમાં આવે છે. જોકે હજીયે મનમાં ચેન નથી. સંતુષ્ટિકારક જવાબો મળતા નથી. આખરે જૈનાચાર્ય સાગરાનંદ સાગર સૂરિ નામના મહાત્માના પરિચયમાં આવે છે અને જૈન દીક્ષા અંગીકાર કરે છે. પ્રખર સાધુજીવન જીવવાની સાથે ફિલસૂફીને વાસ્તવવાદ સાથે જોડીને રાખવી તેમની ખૂબી છે. તેમના પ્રખર જ્ઞાન અને જ્ઞાનને સામાન્ય ભાષામાં લોકો સુધી પહોંચાડવાની વિચક્ષણતાને કારણે લાખોની જનમેદની તેમને સાંભળવા એકઠી થવા માંડે છે. 

તેમને જાણનારા લોકો કહે છે કે શ્રી ચંદ્રપ્રભસાગરજીને સાંભળવા માટે મહાવીર જન્મજયંતીએ લાખોની સંખ્યામાં જનસમુદાય એકઠો થતો અને ટાંચણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિથી તેમને સાંભળતો. લોકોને પોતાની વાણીથી મંત્રમુગ્ધ કરનારા આ જૈન સાધુએ જડતાપૂર્વક ગ્રહી રાખવામા આવેલા નિયમોનો વિરોધ કયોર્ અને જન-જનના કલ્યાણને નવી ઊંચાઈ પર લઈ જનારી મહાવીરની વાણી દુનિયાભરના લોકો સુધી પહોંચાડવા માટે કેટલાક નિયમો તોડ્યા. રાત્રિપ્રવચનોની ધારા શરૂ કરી, હરિજનો સાથે વાર્તાલાપો શરૂ કર્યા. જૈનોના વિવિધ પંથોને એકત્રિત કરવા માટે કમર કસી. ભગવાન મહાવીરની જન્મજયંતીના દિવસે કતલખાનાંઓ બંધ કરાવવામાં સફળતા મેળવી. અખબારમાં શ્રી ચંદ્રપ્રભસાગરે ‘ચિત્રભાનુ’ નામની કૉલમ શરૂ કરી, જેને લોકોએ અકલ્પનીય પ્રતિસાદ આપ્યો. લાખો ફૉલોઅર્સ ધરાવતા આ ક્રાંતિકારી સાધુએ જૈન સમાજમાં ખળભળાટ મચાવી દીધો, જ્યારે તેમણે જીનિવામાં આયોજિત થનારી આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક કૉન્ફરન્સમાં ભાગ લેવાનો નર્ણિય લીધો. પગપાળા ચાલવાના નિયમના આગ્રહી જૈન સંત વિમાન દ્વારા આ કૉન્ફરન્સમાં જાય એ સમાજને મંજૂર નહોતું. જૈન સમાજના કટ્ટરવાદી વર્ગે આ પગલાનો આકરો વિરોધ કયોર્. છેલ્લે તેમણે સાધક જીવનમાં સ્થિર થઈને કૉન્ફરન્સમાં ભાગ લીધો. પ્રમોદા ઝવેરી સાથે લગ્ન કરીને ઋષિમાર્ગની જેમ ગૃહસ્થ જીવન સાથે ધર્મનો પ્રચાર ચાલુ રાખ્યો. ફૉરેનની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે રહીને આર્થિક રીતે સ્વાવલંબી થયા. જ્યાં પારાવાર હિંસા, અસંતોષ અને દુન્યવી વસ્તુ પાછળની દોડ તીવþ હતી એ દેશોમાં લગભગ દસેક લાખ લોકોને તેમણે શાકાહારી બનાવ્યા. સિત્તેરથી વધુ જૈન સેન્ટર્સ વિદેશમાં શરૂ કયાર઼્. વેજિટેરિયન સોસાયટીની પ્રેરણા આપી. પિમના દેશોમાં ભગવાન મહાવીરના સત્ય, અહિંસા, અનેકાંતવાદ અને કરુણાના સિદ્ધાંતથી વિશ્વ પહેલી વાર પરિચિત થયું. છેક સુધી જીવનની પ્રત્યેક ક્ષણ સાધક તરીકે ઉચ્ચ કોટિના અધ્યાત્મભાવ સાથે શ્રી ચિત્રભાનુજી જીવ્યા અને સમાજકલ્યાણનાં કાયોર્ કરતા રહ્યા. શુક્રવારે વાલકેશ્રમાં ૯૭ વર્ષની ઉંમરમાં તેમણે સંસારમાંથી વિદાય લીધી. તેમની સાથે ૪૫ વર્ષનું સહજીવન વિતાવનારાં સન્નારી પ્રમોદાબહેન અને તેમના બન્ને દીકરાઓને તેમની ખોટ લાગશે એટલી જ ખોટ તેમની સાથે સંકળાયેલા તેમના હજારો ફૉલોઅર્સને પણ લાગવાની છે. શ્રી ચિત્રભાનુજીના જીવન પર અઢળક પુસ્તકો લખાયાં છે. તેમણે પોતે પણ ઘણાં પુસ્તકો લખ્યાં છે. જોકે તેમના દેહની ચિરકાલીન વિદાય પછી તેમનાં જીવનસંગિની પ્રમોદાબહેને મિડ-ડે સાથે શૅર કરેલા તેમના જીવનના પ્રસંગો અને શ્રી ચિત્રભાનુજીની તેમણે અનુભવેલી ખૂબીઓ વિશેની વાતો પ્રસ્તુત છે તેમના જ શબ્દોમાં...
સાહેબ સાથેના ૪૫ વર્ષના સહજીવનમાં કેટલુંબધુ ગહન માનસપટ પર કંડારાયું હોય. શું કહું? તેમનું વ્યક્તિત્વ એટલે અધ્યાત્મની ચરમસીમા પર અને છતાં વાસ્તવવાદી. કોઈ દંભ નહીં, કોઈ દેખાડા નહીં. જે છે એ દર્પણની જેમ સામે જ હોય. તેઓ હંમેશાં કહેતા કે કર્મનો ઉદય આવ્યો અને અમારો સંગ આગળ વધ્યો. ભોગાવલી કર્મનો ઉદય અમારાં લગ્ન માટે પણ નિમિત્ત બન્યો. જોકે અમારી વચ્ચે પતિપત્નીનો સંબંધ ઓછો હતો અને કલ્યાણમિત્રનો નાતો વધુ હતો. કલ્યાણમિત્ર તરીકે એકબીજાના ગુણો પર જ અમારી દૃષ્ટિ હતી. તેઓ તો ગુણોના ભંડાર હતા. તેમને જોતાં-જોતાં, તેમની સાથે જીવતાં-જીવતાં, તેમના ઊંડાણને અનુભવતાં - અનુભવતાં મારુ વ્યક્તિત્વ ઘડાતું ગયું છે. વિશ્વગુરુ તરીકે તેમની ખ્યાતિ વધી, તેમના ફૉલોઅર્સ હતા, તેમને માટે લોકલાગણી, શ્રદ્ધા અને સમર્પણ ધરાવતો વર્ગ વધતો જતો હતો છતાં તેઓ પિતા તરીકે અને પતિ તરીકે પોતાનાં દરેક કર્તવ્યો પર ખરા ઊતર્યા છે. એ સમયે તો કદાચ મને સમજાયું નહોતું, પરંતુ પછી ધીમે-ધીમે ખબર પડતી ગઈ કે પોતાનાં દરેક કર્તવ્યો વ્યાવહારિક દૃષ્ટિએ તેમણે નિભાવ્યાં, પરંતુ એ દરમ્યાન પણ તેઓ તો નર્લિેપ હતા. લૌકિક દૃષ્ટિએ કેટલાંક બંધન તેમણે સ્વીકાયાર઼્, પરંતુ પોતે મનથી દરેક સાંસારિક બંધનોથી પર હતા. તેમને મારા દીકરા માટે જે કરુણા અને લાગણીભાવ હતા એવો જ લાગણીભાવ તેમને કોઈ અજાણ્યા પહેલી વાર મળવા આવેલા યુવક માટે પણ હતો. મેં તેમને ક્યારે મોહવશ થઈને કોઈ કાર્ય કરતાં નથી જોયા.
મહાવીરનો સંદેશો ઘરે-ઘરે મોકલવાનું તેમનું ધ્યેય હતું. વિદેશની ધરતી પર પણ તેમણે તે સાર્થક કરી બતાવ્યું. ધોળા અમેરિકનોને પણ ખબર પડે કે અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ જેવા સિદ્ધાંતો આપનારા ભગવાન મહાવીર કોણ છે. જેમ નવકારમંત્ર યુનિવર્સલ છે અને એમાં કોઈ ઈશ્વરનું કે ધર્મનું નામ નથી એમ ભગવાન મહાવીરના સિદ્ધાંતો પણ સર્વવ્યાપી છે. સાહેબ, આ વાત દુનિયાને સમજાવી શક્યા. આજથી લગભગ ચાલીસ-પિસ્તાલીસ વર્ષ પહેલાં વિદેશમાં લોકો માટે જૈન ધર્મ સાવ અજાણ્યો હતો. આજે જાણીતો છે.
મને સાહેબની બીજી એક વાત બહુ ગમતી કે તેમણે જૈન ધર્મની દરેક બાબતને હકારાત્મક બનાવીને રજૂ કરી. શરીર નર્કનું દ્વાર છે એવું કહેવાને બદલે તેમણે શરીરને સાધના માટેનું શ્રેષ્ઠ સાધન તરીકે રજૂ કર્યું. તેમણે લોકોને પાળવાની ઇચ્છા થાય, લોકો માટે પાળવું શક્ય બને એ પ્રકારની વાતોની રજૂઆત કરી, જેથી તે વધુ લોકગ્રાહ્ય બની. તેમની સાથેના લગભગ પાંચ દાયકામાં મેં ડગલે ને પગલે નીડરતા, નિખાલસા અને નિદોર્ષતાનાં દર્શન કર્યાં છે. સમાજના સખત વિરોધ વચ્ચે ડગ્યા વિના સજ્જડતાથી પોતાના નર્ણિય પર કાયમ રહેવું એ અઘરુ હતું. પોલીસ પ્રોટેક્શન વચ્ચે તેમને ઍરપોર્ટ જવું પડ્યું હતું કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે. જોકે એ વખતે પણ કાચીપોચી વ્યક્તિ હોય તો પડી ભાંગે. તેઓ અડગ રહ્યા. તેમને ધર્મમાં શ્રદ્ધા હતી. તેમણે વિરોધકર્તાનો પણ ક્યારેય વિરોધ કયોર્ નથી. તેમણે દરેક સંજોગોમાં કર્મને સ્વીકાર્યાં છે. નીડરતા, નિશ્લચતા, નિખાલસતા એટલે જ શક્ય બન્યા છે.



આ પણ વાંચોઃ કૉલમ : જૈન નથી, પણ આ લોકો છે શ્રી મહાવીરના મહાચાહક



બીજી એક બાબત મેં તેમનામાં ઑબ્ઝર્વ કરી છે કે તેમણે jાીઓનું સન્માન જ કર્યું સદાય. ખૂબ માન આપતા અને બીજા પાસે પણ અપાવડાવતા. ધર્મમાં સ્ત્રીઓને સેકન્ડ દરજ્જો અપાતો એ તેમને મંજૂર નહોતું. સ્ત્રી સન્માનને જ પાત્ર છે, કારણ કે તે જન્મદાતા છે. તેમણે પોતાના અહમ્ને પોતાના એક પણ કાર્યમાં આડો આવવા નથી દીધો. વ્યક્તિગત ધોરણે તેમણે મારા જીવનમાં સર્જેલા ચમત્કાર વિશે કહું. હું પહેલેથી જ ખૂબ જ શરમાળ અને બહુ ઝડપથી અજાણ્યા સાથે ભળું નહીં એવું વ્યક્તિત્વ હતું. મને સંકોચ થાય. હું મારા કામથી કામ કર્યા કરું, કોઈને ડિસ્ટર્બ ન કરું. તેઓ મને ઘણા સમયથી કહેતા કે તમે પણ લેક્ચર આપી શકો એમ છો અને તમારી સમજણને પીરસવાનું શરૂ કરો. હું કહેતી, ના મારાથી પબ્લિક સામે ન બોલાય. મને સંકોચ થાય. મને યાદ છે કે સિંગાપોરમાં કૉન્ફરન્સ હતી. તેમનું લેક્ચર હતું એમાં તેમણે મને પૂછયી વિના મારું નામ અનાઉન્સ કરીને મને સ્ટેજ પર બોલવા માટે બોલાવી લીધી. હું ડરેલી હતી. સ્ટેજ પર હવે ન બોલું તો પણ ચાલે નહીં. નવ તkવનો વિષય હતો. હું બોલવા માંડી. અસ્ખલિત બોલી ગઈ અને મને જ મારી જાત માટે આશ્ર્યચ થયું. લોકોએ મને આવીને અભિનંદન આપ્યાં અને તેમને પણ અભિનંદન આપ્યાં. તેમણે મને કહ્યું, ‘હું તો ઘણા સમયથી તમને કહેતો હતો કે તમે ખૂબ સારાં વક્તા છો જ.’ એ પછી તો મારી લેક્ચરર તરીકેની યાત્રા શરૂ થઈ. આ તેમની ખૂબી હતી. તેઓ હંમેશાં સામેવાળી વ્યક્તિમાં રહેલી છૂપી શક્તિને ઓળખી શકતા હતા.
મૈત્રીભાવનુ પવિત્ર ઝરણું લખ્યું નથી, તેમણે જીવ્યું છે. પ્રત્યેક જીવ પ્રત્યેનો તેમનો મૈત્રીભાવ, કારુણ્ય ભાવ, પ્રામોદ્યભાવ અને માધ્યસ્થભાવ આ ચારેય ભાવનાઓમાં તેઓ સતત રમતા હતા. ભીની લાગણીઓ અને વિચારોનું અત્યારે વાવાઝોડું હૃદય અને મગજમાં ચાલી રહ્યું છે જેને વર્ણવવા મારી પાસે શબ્દો નથી.
- પ્રમોદા ચિત્રભાનુ


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 01:47 PM IST | | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK