Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અંબાણી પરિવારના લગ્નનું કાર્ડ, કંકોત્રી છે ખાસ

અંબાણી પરિવારના લગ્નનું કાર્ડ, કંકોત્રી છે ખાસ

14 February, 2019 05:26 PM IST | મુંબઈ

અંબાણી પરિવારના લગ્નનું કાર્ડ, કંકોત્રી છે ખાસ

આકાશ અને શ્લોકાના લગ્નની કંકોત્રી

આકાશ અને શ્લોકાના લગ્નની કંકોત્રી


અંબાણી પરિવારમાં ફરી એકવાર લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. ઈશા અંબાણી બાદ હવે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના 9મી માર્ચે લગ્ન યોજાશે. આ લગ્નની કંકોત્રી વાઈરલ થઈ રહી છે.

ખાસ છે કંકોત્રી



આકાશ અંબાણીના લગ્નની કંકોત્રી ખાસ છે. આ કંકોત્રી મ્યુઝીકલ છે. આ કંકોત્રી ખોલતાની સાથે ભજનની ધૂન વાગશે અને કંકોત્રીને ઘણા ફોલ્ડમાં ખોલી શકાય છે.


ઈશા અંબાણીના લગ્નની જેમ આકાશ અને શ્લોકાના લગ્નની કંકોત્રી ખાસ રીતે ડિઝાઈન કરાઈ છે. આ કાર્ડ રાધા-કૃષ્મની થીમ પર આધારિત છે. કાર્ડ ખોલતા જ તેમાં ભજનની ધૂન વાગે છે. બીજા લેવલ પર રાધા અને કૃષ્ણની શાનદાર ફ્રેમ દેખાય છે. કંકોત્રીમાં દરેક પાના પર રાધા-કૃષ્ણની સુંદર તસવીરો સાથે લગ્નની ડિટેઈલ્સ છે. તો આ કાર્ડમાં હેન્ડરાઈટિંગ ફોન્ટથી ડિટેઈલ્સ લખાઈ છે. જે સૌથી ખાસ છે.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચે લગ્નના બંધનમાં બંધાશે. આકાશ અંબાણીના લગ્ન સમારોહનું આયોજન જિયો વર્લ્ડ સેન્ટરમાં 3 દિવસ સુધી ચાલશે. જેમાં 8 માર્ચે લગ્ન પૂર્વેની વિધીઓ થશે ત્યારબાદ 9 માર્ચે લગ્નવિધી અને 11 માર્ચ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં દેશ-વિદેશના લોકો હાજરી આપશે.


 

આ પણ વાંચો: મધુબાલાઃદર્દની દાસ્તાન છે Valantines dayના દિવસે જન્મેલી અભિનેત્રીની

 

શ્લોકા મહેતા સાથે બંધનમાં બંધાશે આકાશ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના 9 માર્ચે લગ્ન કરશે. આકાશ અંબાણીના લગ્ન ડાયમંડના બિઝનેસમેન રસેલ મહેતની પુત્રી શ્લોકા મહેતા સાથે થવાના છે. આકાશ અંબાણીના લગ્નની કંકોત્રી સાથે સિદ્ધિ વિનાયક પહોંચ્યા હતા. પરંપરાગત રીતે પૂજા અર્ચના કરીને કંકોત્રી આપી આશીર્વાદ મેળવ્યા હતાં.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 05:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK