બૉલીવુડની સુંદર અભિનેત્રી મધુબાલાની આજે (23 ફેબ્રુઆરીના રોજ) 52મી પુણ્યતિથિ છે. મધુબાલા હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રીઓમાંની એક હતી. મધુબાલાની અભિનય પ્રતિભા, વ્યક્તિત્વ અને સુંદરતાને જોઇને કહેવામાં આવે છે કે તે ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મહાન અભિનેત્રી છે.
'વીનસ'ના નામે જાણીતી અભિનેત્રી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ખુશમિજાજ નાયિકાઓમાંની એક હતી. તેમને મોટાભાગે હસતાં જ જોવામાં આવ્યાં હતાં. જો કે, એ વાત જુદી છે કે તેમણે પોતાના સ્વભાવથી વિપરિત અનેક ફિલ્મોમાં ખૂબ જ ગંભીર અને દુઃખી પાત્રોની ભૂમિકાઓ પણ ખૂબ જ સરસ રીતે ભજવી હતી. અભિનેત્રીનો જન્મ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડેના રોજ થયો હતો. આજે અભિનેત્રી મધુબાલાની પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક રૅર બ્યુટીફુલ ફોટોઝ જોઈને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. (તસવીર સૌજન્યઃમિડ ડે આર્કાઈવ્ઝ)