Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ ટ્રાફિક પોલીસે ઉજવ્યો ‘નો દંડ ડે’, પેન-ગુલાબ આપી નિયમો સમજાવ્યા

રાજકોટ ટ્રાફિક પોલીસે ઉજવ્યો ‘નો દંડ ડે’, પેન-ગુલાબ આપી નિયમો સમજાવ્યા

15 July, 2019 03:06 PM IST |

રાજકોટ ટ્રાફિક પોલીસે ઉજવ્યો ‘નો દંડ ડે’, પેન-ગુલાબ આપી નિયમો સમજાવ્યા

રોજકોટ ટ્રાફિક પોલીસે ઉજવ્યો ‘નો દંડ ડે’

રોજકોટ ટ્રાફિક પોલીસે ઉજવ્યો ‘નો દંડ ડે’


ગુજરાત ટ્રાફિક છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક ઝુંબેશ ચલાવી રહી છે. ટ્રાફિક નિયમ તોડનારા લોકો પાસેથી પોલીસ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. રાજકોટમાં હેલ્મેટ સહિત ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવવાં માટે શહેર પોલીસ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે શહેર પોલીસ દ્વારા શહેરીજનોમાં ટ્રાફિકના નિયમોને લઇને જાગૃત્તા આવે તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત ચોક ખાતે ટ્રાફિક જાગૃતિ માટે નિયમોનું પાલન કરનારને પેન અને નિયમોનું પાલન ન કરનારા ને ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું

રાજકોટ ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજા પણ આ ઝુંબેશમાં જોડાયા હતા તેઓએ પણ ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરનારને પેન આપી સન્માનિત કર્યા હતા જ્યારે બાઇક પર હેલ્મટ વગર જતા લોકોને ફૂલ આપીને સન્માનિત કર્યા હતા. આમ લોકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે દંડ કર્યા વગર ફૂલ આપીને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા છે.



આ પણ વાંચો: અમદાવાદઃ એ ક્ષણો જ્યારે મજા બની ગઈ મોતની સજા...


ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ટ્રાફિકના નિયમોનું પાલન કરનારને પેન અને ઉલ્લઘન કરનારને ફૂલ આપ્યું , શહેરીજનોમાં ટ્રાફિકના નિયમોને લઇને જાગૃત્તા આવે તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 03:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK