Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વલસાડઃકોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ રાહુલને કર્યું વ્હાલ

વલસાડઃકોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ રાહુલને કર્યું વ્હાલ

14 February, 2019 03:16 PM IST | ધરમપુર

વલસાડઃકોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ રાહુલને કર્યું વ્હાલ

મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યું વ્હાલ (તસવીર સૌજન્યઃદીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યું વ્હાલ (તસવીર સૌજન્યઃદીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)


કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી વલસાડના ધરમપુરમાં ખેડૂતો સાથે વાત કરીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરશે. રાહુલ ગાંધીની આ સભા દરમિયાન કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ તેમના પર વહાલ વરસાવ્યું.

રાહુલ ગાંધી જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે કોંગ્રેસના જુદા જુદા નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. પહેલા ફૂલહારથી રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું. બાદમાં જ્યારે મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્ટેજ પર પહોંચ્યા તો આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા. કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને વ્હાલ કર્યું.



આ દરમિયાન સ્ટેજ પર કોંગ્રેસની મહિલા પાંખના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા પણ હાજર હતા. કોંગ્રેસની ત્રણેક મહિલા કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને હારતોરા કર્યા અને વહાલ કર્યું.


આ પણ વાંચોઃ રાફેલ એક પ્રેમકથા- રાહુલ ગાંધીની આગમન પહેલા વલસાડમાં લાગ્યા પોસ્ટર

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ રાહુલ ગાંધીએ દક્ષિણ ગુજરાતથી જ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. અને લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત પણ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતથી જ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 03:16 PM IST | ધરમપુર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK