Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > PUBG: ટ્વિટર પર પ્લેયર્સના સવાલો, દારૂ-સિગરેટ પર પ્રતિબંધ કેમ નહીં?

PUBG: ટ્વિટર પર પ્લેયર્સના સવાલો, દારૂ-સિગરેટ પર પ્રતિબંધ કેમ નહીં?

21 March, 2019 05:27 PM IST |

PUBG: ટ્વિટર પર પ્લેયર્સના સવાલો, દારૂ-સિગરેટ પર પ્રતિબંધ કેમ નહીં?

પબ જી પર મૂકાઈ રહ્યો છે પ્રતિબંધ

પબ જી પર મૂકાઈ રહ્યો છે પ્રતિબંધ


પબ જી પર જુદા જુદા વિસ્તારોમાં પ્રતિબંધ મૂકાઈ રહ્યા છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો પબ જી રમતા યુવાનોની ધરપકડ થઈ હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. કદાચ આખા દેશમાં પબ જી પર પ્રતિબંધ મૂકાય તો પણ નવાઈ નહીં. શું તમે પણ પબ જી વગર દિવસ કાઢી શકો ? ખેર તમારો જવાબ જે હોય તે, પરંતુ પબ જી પર પ્રતિબંધ સામે પ્લેયર્સ સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.

પ્લેયર અનનૉન બેટલ ગ્રાઉન્ડ એટલે કે પબ જી આજના યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય ગેમ છે. બાળકોથી લઈ ટીન એજર અને યુવાનોમાં આ ગેમની લોકપ્રિયતાને કારણે વાલીઓની ચિંતા વધી છે. ખાસ કરીને પબજી રમતા યુવાનોના એક્સિડન્ટની ઘટનાઓ સામે આવ્યા બાદ વાલીઓ ચિંતિત બન્યા છે. કેટલાક વાલીઓની ફરિયાદ પણ છે કે પબજીને કારણે તેમના બાલકોનો અભ્યાસ બગડી રહ્યો છે. તો ગેમને કારણે યુવાનોના મગજ પણ હિંસક થતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.



જો કે સામે પબ જી રમતા લોકો પ્રતિબંધને લઈ સવાલ ઉઠાવી રહ્યા છે. પબ જી પ્લેયર્સ ટ્વિટર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. પ્લેયર્સ કંઈક આવા ટ્વિટ કરીને પબજી પર પ્રતિબંધ સામે સવાલ ઉઠાવી રહ્યા છે.



 

કેટલાક યુઝર્સનું કહેવું છે કે પબજી કરતા પણ વધુ એડિક્ટિવ ચીજવસ્તુઓ માર્કેટમાં અવેલબલ છે. તેમ છતાંય સરકાર કેમ માત્ર પબ જી પર જ પ્રતિબંધ મૂકી રહી છે.

તો હવે ગેમના મેકર્સ પણ બેનની કાયદેસરતા ચકાસી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગેમના મેકર્સ ચેક કરી રહ્યા છે કે શું ખરેખર સરકાર ગેમ પર પ્રતિબંધ મૂકી શકે કે નહીં ?

આ પણ વાંચોઃ લ્યો બોલો, માંડવીમાં અડધી રાત્રે PUB G રમતા યુવાનની અટકાયત

સાથે જ પબજીના મેકર્સે ગેમ માત્ર 16 વર્ષથી વધુ ઉંમરના જ લોકો રમી શકે તે માટે જાહેરાત કરી છે. આ નિયમ લાગુ થયા બાદ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ગેમ રમવા માટે તેમના પેરેન્ટ્સની પરમિશન લેવી પડશે બાદમાં જ ગેમ એક્સેસ થઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

21 March, 2019 05:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK