પ્રિયંકા ગાંધી 18 એપ્રિલે ગુજરાત આવશે

ગુજરાત | Apr 10, 2019, 08:34 IST

૧૫મી એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે

પ્રિયંકા ગાંધી 18 એપ્રિલે ગુજરાત આવશે
પ્રિયંકા ગાંધી

લોકસભાની ચૂંટણીને જોતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આવામાં ૧૫મી એપ્રિલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે. તેઓ રાજુલા પાસે જાહેરસભાને સંબોધશે.

રાહુલ ગાંધી રાજુલા નજીક આસરાણા ચોકડી પાસે જાહેરસભા સંબોધશે. રાહુલ ગાંધીની જાહેરસભા ત્રણ લોકસભા બેઠકને આવરી લેશે. તેઓ અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે સભા કરશે. જ્યારે રાજુલામાં તેમની આ જાહેરસભા બપોરે ૩થી ૫ વાગ્યા દરમિયાન યોજાશે.

આ પણ વાંચો : પોરબંદરના BJP-કૉંગ્રેસના ઉમેદવારોનાં અનોખાં રૂપ

પ્રિયંકા ગાંધી ૧૮મી એપ્રિલે રાજ્યમાં ચૂંટણી સભા સંબોધવા આવે તેવું જાણવા મળ્યું છે. જોકે હવે તેઓ પહેલાં અંબાજી અને ત્યાંથી સુરતની મુલાકાત લેશે તે બાબત ચર્ચાસ્પદ બની છે. તેમનો સોમનાથ, દ્વારકાનો પ્રવાસ પડતો નથી મુકાયો, પરંતુ તેમના ગુજરાત પ્રવાસના બીજા રાઉન્ડમાં તેઓ સોમનાથ, દ્વારકા જશે તેમ જાણવા મળ્યું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK