Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પોરબંદરના BJP-કૉંગ્રેસના ઉમેદવારોનાં અનોખાં રૂપ

પોરબંદરના BJP-કૉંગ્રેસના ઉમેદવારોનાં અનોખાં રૂપ

10 April, 2019 08:25 AM IST | પોરબંદર

પોરબંદરના BJP-કૉંગ્રેસના ઉમેદવારોનાં અનોખાં રૂપ

લલિત વસોયા અને રમેશ ધડુક

લલિત વસોયા અને રમેશ ધડુક


પોરબંદરની બેઠક પર લડી રહેલા બીજેપીના કૅન્ડિડેટ રમેશ ધડુક ગઈ કાલે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પ્રધાન અને પોરબંદરના ભૂતપૂર્વ સંસદસભ્ય જયેશ રાદડિયાની બુલેટ પાછળ બેસીને કુતિયાણા વિસ્તારનાં ગામડાંઓમાં પ્રચાર કરવા નીકળ્યા હતા. રમેશ ધડુકને ટિકિટ આપી ત્યારે રાદડિયાïપરિવારના સમર્થકોએ ખૂબ વિરોધ કર્યો હતો અને ધડુકને હરાવવાની હાકલ કરી હતી.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર, જૂનાગઢમાં જનસભા ગજાવશે



લોકોમાં પ્રસરી ગયેલો આ વિરોધ દૂર કરવા માટે જ આ પ્રકારે બન્નેએ જાહેરમાં યારી દેખાડી હોય એવી શક્યતા છે, જ્યારે સામા પક્ષે કૉંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પોરબંદરના યુવા મતદારો સાથે ભાઈબંધી કરવાના આશયથી તેમની સાથે મેદાનમાં ક્રિકેટ રમવા ઊતરી ગયા હતા. જોકે મજાની વાત એ છે કે બૅટિંગ કરતા લલિતભાઈ પહેલા જ બૉલે બોલ્ડ થઈ ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2019 08:25 AM IST | પોરબંદર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK