પેરિસમાં આર્ટિકલ 370 મામલે બોલ્યા પીએમ મોદી, દેશમાં હવે ટેમ્પરરી માટે જગ્યા નહી

Published: Aug 23, 2019, 17:14 IST

ફ્રાન્સની રાજધાની પેરિસમાં G-7 સમીટમાં ભાગ લેવા માટે પહોચેલા પીએમ મોદીએ શુક્રવારે UNESCOમાં ભારતીય પ્રશંસકોને સંબોધિત કર્યા.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં G-7 સમીટમાં ભાગ લેવા માટે પહોચેલા પીએમ મોદીએ શુક્રવારે UNESCOમાં ભારતીય પ્રશંસકોને સંબોધિત કર્યા. કાર્યક્રમમાં સામેલ થવા માટે જ્યારે પીએમ મોદી જ્યારે સ્ટેજ પર પહોંચ્યો ત્યારે લોકોએ મોદી-મોદીના નારા સાથે વધાવી લીધા હતા. આ દરમિયાન લોકોને સમજાવાના ઘણા પ્રયત્ન કર્યા હતા પરંતુ લોકો મોદી-મોદીના નારા લગાવતા રહ્યાં. પીએમ મોદીએ જાતે કહ્યું કે પહેલા રાષ્ટ્રગીત વાગશે ત્યારે લોકો શાંત થયા.

UNESCOમાં ભારતીય પ્રશંસકો સાથે વાત કરતા પીએમ મોદીએ આર્ટિકલ 370 અન કાશ્મીર મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, હવે દેશમાં ટેમ્પરરી માટે કોઈ જગ્યા નથી, ગાંધી અને બુદ્ધના દેશમાં ટેમ્પરરીને નિકાળતા નિકાળતા 70 વર્ષ જતા રહ્યા. મને સમજમાં નથી આવતું કે આની પર હસવું કે રડવું. પીએમ મોદીએ ભારત અને ફ્રાન્સની મિત્રતાના વખાણ કરતા કહ્યું કે બન્ને દેશ સારા મિત્રો છે. સારા મિત્ર હોવાનો મતલબ છે કે સુખ-દુ:ખના સાથી. સાથે જ બન્ને દેશોની મિત્રતા પર તેમણે કહયું કે, ફ્રાન્સના ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન બનવા પર કઈ રીતે ભારતે ઉજવણી કરી.

પીએમ મોદીએ લોકોને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ કહ્યું કે, ગણપતિ મહોત્સવ પેરિસના કલ્ચરલ કેલેન્ડરની મુખ્ય વિશેષતા બની ગયો છે. આ સાથે જ ફ્રાન્સમાં રહેલા ભારતીયોને તેમના યોગદાન બદલ નવાજ્યા હતા. UNESCOમાં ભારતીયોને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશમાં થઈ રહેલા બદલાવ વિશે વાત કરી હતી અને REFORM PERFORM AND TRANFORMનો નારો આપ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK