રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે મુંબઈમાં

Published: 30th December, 2012 05:14 IST

મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે મુંબઈ આવશે.

મુંબઈમાં તેઓ આજે ર્ફોટ કૅમ્પસમાં મુંબઈ યુનિવર્સિટીના કૉન્વોકેશનમાં હાજરી આપશે અને ત્યાર બાદ સાંજે સાડાચાર વાગ્યે તેઓ ચોપાટીમાં આવેલા ભારતીય વિદ્યા ભવનની પ્લૅટિનમ જ્યુબિલીની ઉજવણીમાં તેમ જ એના સ્થાપક ડૉ. કે. એમ. મુનશીની ૧૨૫મી જન્મજયંતીના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે જોડાશે. એમાં રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, ગવર્નર કે. શંકરનારાયણન પણ જોડાશે. રાજ્યની બે દિવસની મુલાકાત દરમ્યાન ગઈ કાલે તેમણે સોલાપુરની અશ્વિની રૂરલ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતુ અને ત્યાર બાદ પંઢરપુરના પાંડુરંગ મંદિરમાં દર્શન કર્યા હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK