Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પીએમસી બૅન્ક ફ્રોડ પ્રકરણ...

પીએમસી બૅન્ક ફ્રોડ પ્રકરણ...

23 January, 2021 08:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીએમસી બૅન્ક ફ્રોડ પ્રકરણ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીઓએ ગઈ કાલે સવારે પાંચ જગ્યાએ રેઇડ પાડી હતી. આ રેઇડમાં બહુજન વિકાસ આઘાડીના પ્રમુખ અને ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુરના વિરાર ખાતેના કાર્યાલય સહિત વિવા ગ્રુપના કાર્યાલયમાં પણ રેઇડ પાડીને તપાસ હાથ ધરાઈ હતી. આ રેઇડ પંજાબ-મહારાષ્ટ્ર કો. ઑપરેટિવ (પીએમસી) બૅન્ક ફ્રોડ પ્રકરણે હાથ ધરાઈ હતી. સાત કાર સાથે ૩૫થી ૪૦ અધિકારીઓની ટીમ છાપો મારવાની કાર્યવાહી કરવા પહોંચ્યા હતા.

ઈડીની તપાસ વિશે માહિતી આપતાં હિતેન્દ્ર ઠાકુરે કહ્યું હતું કે ‘ઈડીએ આવીને જે તપાસ કરવી હોય એ કરી શકે છે, કોઈ વ્યવહાર વિશે કે અન્ય કોઈ માહિતી વિશે પૂછપરછ કરશે તો એની માહિતી આપવા પણ અમે તૈયાર છીએ. આવી રેઇડ થશે એવી જાણ હતી. ઈડીની તપાસમાં અમે તેમને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. અમારી પાસે છુપાવવા જેવું કંઈ નથી. અમારો દરેક વ્યવહાર ચેક દ્વારા થયો છે. આ તપાસ સામાન્ય છે, એવું કંઈ મોટું નથી.’



હાલમાં ઈડી દ્વારા મોટા નેતાઓને ત્યાં છાપા મારવામાં આવી રહ્યા છે, એવા સવાલ સામે તેમનો જવાબ હતો કે ઈડીની તપાસ થતાં હવે હું પણ મોટો બની જઈશ અને હવે ન્યુઝમાં પણ છવાઈ જઈશ.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK