પીએમ મોદી કેરાળના ગુરુવાયુર મંદિરમાં કરી વિશેષ પૂજા

Updated: Jun 08, 2019, 15:09 IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ત્રિસૂર પહોચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ત્રિસુર પહોચીને કેરળના પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મોદી દ્વારા કરાયેલી પૂજામાં વિશેષ કમળના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગુરુવાયુર મંદિરમાં વિશેષ પૂજા દરમિયાન વડાપ્રધાન
ગુરુવાયુર મંદિરમાં વિશેષ પૂજા દરમિયાન વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ત્રિસૂર પહોચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ત્રિસુર પહોચીને કેરળના પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મોદી દ્વારા કરાયેલી પૂજામાં વિશેષ કમળના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરમાં પૂજા માટે વડાપ્રધાન વિશેષ પરિધાનમાં પહોચ્યા હતા. બીજીવાર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલા વિદેશ પ્રવાસના ભાગરુપે મ્યાનમાર જવાના છે. મ્યાનમારના પ્રવાસ પહેલા વડાપ્રધાન કેરળ પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જૂને તિરુપતિ પણ પહોચશે. આ પહેલાના તિરુપતિ પ્રવાસમાં વડાપ્રધાન ઘણી નવી યોજનાઓનું શિલાન્યાસ કર્યું હતું. આ પ્રવાસમાં પણ ગુરુવાયુરના લોકો દ્વારા નવી યોજનાની આશા રાખવામાં આવી છે. ગુરુવાયુર અને તિરુપતિ મંદિરમાં લાખો શ્રદ્ધાળુ આવતા હોય છે. આટલા વર્ષોમાં મંદિરની આજુબાજુ ઘણા બદલાવ થયા છે પરંતુ વર્ષો પછી પણ મંદિર પ્રત્યે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા એટલી જ છે

આ પણ વાંચો: કચ્છ સીમા સળગાવવાની તૈયારીમાં પાકિસ્તાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર મોડી સાંજે કેરળ પહોચ્યા હતા. એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના પ્રવાસે પહોચ્યા છે ત્યારે કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલાથી જ 3 દિવસના પ્રવાસ માટે કેરળ છે. વડાપ્રધાન કેરળ પ્રવાસ પછી સીધા માલદીવ માટે રવાના થશે. પીએમ મોદી માલદીવ પ્રવાસ પર ત્યાની સંસદનું સંબોધન કરશે. પીએમ મોદીના માલદિવ પ્રવાસથી ઘણી આશાઓ રાખવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK