દિવાળીના અવસર પર PM એ કરી'મન કી બાત', સરદારને કર્યા યાદ

Published: Oct 27, 2019, 12:49 IST | નવી દિલ્હી

દિવાળીના અવસર પર મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો. જેમાં તેમણે ખાસ સ્વચ્છ સિયાચિન અભિયાનનો ઉલ્લેખ કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદીએ આજે મન કી બાતના માધ્યમથી દેશને સંબોધન કર્યું. આ દરમિયાન તેણે દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપી. પીએમ મોદીએ દિવાળીના અવસર પર આયોજિત આ કાર્યક્રમમાં દેશવાસીઓને શુભકામના આપતા કહ્યું કે તેઓ આ દિવાળી પ્રકાશને વિસ્તારવાનો પ્રયાસ કરી અને પોતાની અંદર રહેતી શત્રુતાની ભાવનાને ખતમ કરે. સાથે વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે આજકાલ દુનિયાના અનેક દેશોમાં દિવાળી મનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેમાં ન માત્ર ભારતીય સમુદાય પરંતુ વિદેશીઓ પણ સામેલ થાય છે.

સેનાને કરી સલામ
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન પોતાના સંબોધનમાં સિયાચિન ગ્લેશિયર પર ચાલી રહેલા સ્વચ્છ સિયાચિન અભિયાનના વખાણ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સિયાચિન ગ્લેશિયર પર આપણા સૈનિકો ન માત્ર સીમાની રક્ષા કરી રહ્યા છે પરંતુ સ્વચ્છ સિયાચિન અભિયાન પણ ચલાવી રહ્યા છે. આ પ્રતિબદ્ધતા માટે હું ભારતીય સેનાને સલામ કરું છું. આવી સ્થિતિમાં કચરો અલગ કરવો અને તેની વ્યવસ્થા કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે.

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે દુનિયાભરમાં ફેસ્ટિવલ ટૂરિઝમનું આકર્ષણ છે. આપણો દેશ તહેવારોનો દેશ છે, જેમાં ફેસ્ટિવલ ટૂરિઝમની અપાર સંભાવનાઓ છે. આપણો પ્રયાસ હોવો જોઈએ કે હોળી હોય, દિવાળી હોય, ઓણમ, પોંગલ કે બીહૂ જેવા તહેવારોનો પ્રસાર કરી અને જેમાં અન્ય રાજ્ય અને દેશોના લોકોને પણ સામેલ કરે.

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ગુરૂ નાનકને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે ગુરૂ નાનકજીએ નિઃસ્વાર્થ ભાવથી સેવા કરી. તેના આ સેવાભાવથી અનેક સંતો પ્રભાવિત થયા. સાથે તેમણે પોતાનો સંદેશ દુનિયામાં દૂર દૂર સુધી પહોંચાડ્યો. પીએમ મોદીએ કહ્યું કે ગુરૂ નાનકદેવ છૂત અછૂત જેવી સામાજિક બદીઓ સામે પણ મજબૂતીથી લડ્યા.

આ પણ જુઓઃ જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

સરદારને કર્યા યાદ
31 ઑક્ટોબરે દેશના લોહ પુરૂષ સરદાર પટેલની જયંતિ છે. ત્યારે મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે સરદાર પટેલ નાનામાં નાની વસ્તુઓ પણ ખૂબ જ ઉંડાણથી જોતા હતા, પરખતા હતા. તેઓ સંગઠનમાં પણ નિપુણ હતા. સાથે તેમણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો પણ ઉલ્લેખ કર્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK