Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હરતાફરતા સફાઈ કામદારનું સફળ પરીક્ષણ થયું

હરતાફરતા સફાઈ કામદારનું સફળ પરીક્ષણ થયું

23 December, 2019 09:33 AM IST | Singapore

હરતાફરતા સફાઈ કામદારનું સફળ પરીક્ષણ થયું

(તસવીરઃ એ.એફ.પી)

(તસવીરઃ એ.એફ.પી)


સિંગાપોરમાં તાજેતરમાં એક ઑટોનોમસ સફાઈકામદારનું કામ કરતા વેહિકલ રોબોનું સફળ પરીક્ષણ થયું હતું. નૅન્યાંગ ટેક્નૉલૉજિકલ યુનિવર્સિટીના સેન્ટર ઑફ એક્સલન્સ ફોર ટેસ્ટિંગ ઍન્ડ રિસર્ચ ઑફ ઑટોનૉમસ વેહિકલ્સ (CETRAN) દ્વારા એનું ટેસ્ટિંગ થયું. આ વેહિકલ આપમેળે રોડની સફાઈ બરાબર કરી નાખે છે એ તો આ પહેલાં પણ સાબિત થઈ ચૂક્યું હતું. જોકે આ વાહન માનવરહિત હોવાથી રસ્તા પર ફરતી વખતે એ વાહનો અથવા તો રાહદારીઓને પારખીને એનાથી ડિસ્ટન્સ રાખી શકે છે કે કેમ એનું ટેસ્ટિંગ હાલમાં થયું.

આ પણ વાંચો : આ છે બાયોનિક વુમન : તેના શરીરમાં બે માઇક્રો ચિપ અને ફ્લૅશ લાઇટ બેસાડાઈ છે



સિંગાપોરમાં આ એવું સેન્ટર છે જે સેલ્ફ-ડ્રાઇવ ટેસ્ટ માટે જાણીતું છે. એમાં ટ્રાફિક લાઇટ્સ અને નકલી સ્કાયક્રૅપર્સ પણ છે. વાહનોનું પરીક્ષણ કરતી વખતે માણસો અને વાહનોની અવરજવર અને ટ્રાફિક જેવી સ્થિતિ પણ અહીં નિર્માણ કરવામાં આવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2019 09:33 AM IST | Singapore

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK