જાણો પ્રિવેડિંગ શૂટમાં કન્યા વરની ધોતી ખેંચીને કેમ ભાગી ગઈ?

Updated: May 15, 2020, 15:58 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હાલ એક કપલની ઘણી ચર્ચા થઈ રહી છે અને સાથે એમનો પ્રી-વેડિંગનો ફની ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ કપલ સાઉથ ઈન્ડિયન છે. એમાં છોકરીએ એવું કામ કરી દીધું, જેના વિશે વિચારી પણ નહીં શકાય.

સાઉથ ઈન્ડિયન કપલનો પ્રી-વેડિંગ ફોટોશૂટ
સાઉથ ઈન્ડિયન કપલનો પ્રી-વેડિંગ ફોટોશૂટ

આજકાલ લગ્ન કરવા પહેલા વેડિંગ ફોટોશૂટની ગજબની ફૅશન બની ગઈ છે. કેટલા વર્ષોથી આની એક પરંપરા બની ગઈ છે આના વગર લગ્ન અધૂરા છે. પ્રી-વેડિંગથી લઈને લોકો પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે. કપલ પોતાના જીવનનો મહત્વપૂર્ણ દિવસને યાદ રાખવા માટે આ અદ્ભુત ફોટોશૂટ કરાવતા હોય છે.

હાલ એક કપલની ઘણી ચર્ચા થઈ રહી છે અને સાથે એમનો પ્રી-વેડિંગનો ફની ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ કપલ સાઉથ ઈન્ડિયન છે. એમાં છોકરીએ એવું કામ કરી દીધું, જેના વિશે વિચારી પણ નહીં શકાય. વાઈરલ ફોટોમાં છોકરી પોઝ આપવા માટે છોકરાની ધોતી લઈને ભાગી જાય છે. આ તસવીર જોઈને લોકો હસી રહ્યા છે.

એક ટ્વિટર યૂઝરે લગ્નના ફોટોશૂટમાંની બે તસવીરો શૅર કરી છે જેમાં કન્યા એના થનારા વર સામે જોઈને કંઈક ઈશારો કરી રહી હતી, બાદ તે હસીને વરની ધોતી ખેંચીને ભાગી જાય છે, ત્યાર બાદ છોકરો ઘણો શરમાઈ જાય છે. આ કપલના ફોટોશૂટની તસવીરો ઘણી વાઈરલ થઈ રહી છે. લાગે છે આ કપલને માત્ર મસ્તી કરવી હતી પણ નેટિઝન્સને આ પસંદ નથી આવ્યું. આ જોઇને કેરળમાં થયેલી બીજી ઘટના યાદ આવે જેમાં એક કપલ બેકવોટર્સમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવતું હતું અને પાણીમાં પડી ગયું હતું, આ વીડિયો પણ વાઇરલ થયો હતો.

નેટિઝન્સને આ બહુ ગમ્યું નથી કારણકે તેઓ સવાલ એવો પણ કરી રહ્યા છે કે જો આનાથી ઉંધું થયું હોત તો? જો કે આ એક મલિયાલમ ફિલ્મ થિલાક્કમનાં દ્રશ્યને મળતી આવતી તસવીરો છે જેમાં પાત્ર માનસિક રીતે અસ્થિર હોય છે અને માટે તે લોકોનાં ધોતિયા ખેંચીને દોડી જતો હોય છે, જો કે ફિલ્મમાં આ ફની લાગતું હતું પણ વાસ્તવિકતામાં રિ-ક્રિએટ થયેલો આ સિન નેટિઝન્સને નથી ગમ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK