ટીનેજરે સોશિયલ મીડિયા પર પૂછ્યું, શું મારે મરી જવું જોઈએ? જાણો પછી શું થયું!

Published: May 16, 2019, 09:23 IST | મલેશિયા

સોશિયલ મીડિયાનું વળગણ હવે અભિશાપ બની જાય એ હદે ટીનેજરોને ભરડામાં લઈ રહ્યું છે. મલેશિયામાં ૧૬ વર્ષની એક છોકરીનો કેસ રુંવાડાં ખડાં કરી દેનારો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયાનું વળગણ હવે અભિશાપ બની જાય એ હદે ટીનેજરોને ભરડામાં લઈ રહ્યું છે. મલેશિયામાં ૧૬ વર્ષની એક છોકરીનો કેસ રુંવાડાં ખડાં કરી દેનારો છે. તે છોકરીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેન્ડ્સને પૂછેલું કે શું તેણે મરી જવું જોઈએ? સોમવારે બપોરે ત્રણ વાગ્યે આ પોસ્ટ થઈ હતી. માનવતાને શરમાવે એવી વાત એ છે કે માનસિક રીતે અસ્વસ્થતા અનુભવતી આ છોકરીને તેના દોસ્તોએ સમજીને ખોટું પગલું લેતાં વારવાને બદલે ઉશ્કેરી. લગભગ ૬૯ ટકા લોકોએ તેના મરવાના વિચારને સમર્થન આપ્યું. બસ, છોકરીએ એ જ સાંજે આઠ વાગ્યે એક સ્ટોરના ત્રીજા માળે ચડી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. એવું કહેવાય છે કે છોકરી પારિવારિક તનાવથી પરેશાન હતી. તેના સોતેલા પિતાએ વિયેતનામી મહિલા સાથે લગ્ન કરી લીધાં હતાં જે ભાગ્યે જ ઘરે આવતા હતા. ટીનેજરે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું હતું, ‘બહુ જ મહત્ત્વપૂર્ણઃ મૃત્યુ કે જીવન? બેમાંથી એકની પસંદગી માટે વોટ કરીને મને મદદ કરો.’

આ પણ વાંચો : સાસુમાને ઘરથી દૂર રાખવા જમાઈરાજે ઘરમાં ઝેરી કરોળિયો પાળ્યો

આ ઘટના પછી મલેશિયામાં હડકંપ મચી ગઈ છે. એક રાજકીય નેતાએ તો એટલે સુધી કહ્યું હતું કે જે લોકોએ તેને મોત માટે હા પાડતો વોટ આપ્યો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK