Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કર્મચારીઓ ટૉઇલેટ બ્રેકમાં વધુ સમય ન લે એ માટે ઢળતી કમોડ સીટ બનાવી

કર્મચારીઓ ટૉઇલેટ બ્રેકમાં વધુ સમય ન લે એ માટે ઢળતી કમોડ સીટ બનાવી

21 December, 2019 09:34 AM IST |

કર્મચારીઓ ટૉઇલેટ બ્રેકમાં વધુ સમય ન લે એ માટે ઢળતી કમોડ સીટ બનાવી

કમોડ સીટ

કમોડ સીટ


સ્કૂલ હોય કે ઑફિસ, જ્યારે ભણવાનો કે કામ કરવાનો કંટાળો આવતો હોય ત્યારે લોકો વારંવાર ટૉઇલેટ બ્રેક લેતા હોય છે. સ્કૂલમાં તો ઠીક, પણ ઑફિસમાં લોકો જ્યારે લાંબા ટૉઇલેટ બ્રેક્સ લેવા લાગે ત્યારે કર્મચારીઓની પ્રોડક્ટિવિટી પર ડાયરેક્ટ અસર પડે છે. આવું ન થાય એ માટે બ્રિટનમાં એક સ્ટાર્ટઅપ કંપની શરૂ થઈ છે. સ્ટાન્ડર્ડ ટૉઇલેટ નામની આ કંપનીએ એવાં કમોડ ડિઝાઇન કર્યાં છે જેને કારણે લોકો એની પર પાંચ મિનિટથી વધુ સમય બેસી જ નથી શકતા. આ ડિઝાઇન તેમણે બ્રિટિશ ટૉઇલેટ અસોસિએશનની મદદથી તૈયાર કરી છે. આ કમોડ ટ્રેડિશનલ સીટ કરતા થોડાક જુદા છે અને આગળની તરફ નમેલા હોય છે. એની પર બેસવા માટે તમારે પગના સ્નાયુઓ પર જોર આપીને બૅલૅન્સ જાળવવું પડે છે. જો એમ ન કરો તો તમે લપસીને નીચે સરકી જાઓ. પગ પર જોર આવતું હોવાથી વ્યક્તિ ચાહે તોય લાંબો સમય એમ જ રિલૅક્સ થઈને બેસી શકતી નથી. 

હેલ્થ અને સેફ્ટી સૉફ્ટવેઅર સ્ટાર્ટઅપ કંપનીએ થોડા સમય પહેલાં કરાવેલા સર્વે મુજબ બ્રિટનના આઠ શહેરોમાં લગભગ ૩૫૦૦ કર્મચારીઓ લાંબા ટૉઇલેટ બ્રેક પર જાય છે. લંડનમાં કર્મચારીઓ કુલ ૨૮ મિનિટનો, લીડ્સમાં ૧૪ મિનિટનો અને બર્મિંગહૅમમાં પાંચ મિનિટનો ટૉઇલેટ બ્રેક લે છે.



આ પણ વાંચો : ચીનમાં છે 816 નામનું ખુફિયા પરમાણુ ટાઉનઃ અહીં પરમાણુ શસ્ત્રો બનાવવામાં આવેલાં


જ્યારથી આ નવા ટૉઇલેટ્સના સમાચાર સોશ્યલ મીડિયા પર ફરવા લાગ્યા છે લોકોએ એની મજાક બનાવવાનું શરૂ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2019 09:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK