Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટોક્યોના સ્ટેશન પર બૉલ પર ચાલતા ભૂંડના બચ્ચાંના વિડિયોએ મચાવી ધમાલ

ટોક્યોના સ્ટેશન પર બૉલ પર ચાલતા ભૂંડના બચ્ચાંના વિડિયોએ મચાવી ધમાલ

12 September, 2020 07:00 AM IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટોક્યોના સ્ટેશન પર બૉલ પર ચાલતા ભૂંડના બચ્ચાંના વિડિયોએ મચાવી ધમાલ

બૉલ પર ચાલતા ભૂંડના બચ્ચાંના વિડિયોએ મચાવી ધમાલ

બૉલ પર ચાલતા ભૂંડના બચ્ચાંના વિડિયોએ મચાવી ધમાલ


ટોક્યોના મેટ્રો સ્ટેશન પર એક બૉલ પર સંતુલન જાળવીને લગભગ દોડવાની ગતિએ ચાલતું હોય એવા ભૂંડના બચ્ચાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વિડિયો માત્ર ૯ સેકન્ડનો છે જેમાં બચ્ચું બૉલ પર ઊભું છે અને બૉલ ગબડવાની સાથે એના પર કૂદકા ભરતું રહીને આગળ વધે છે. આ વિડિયોને લાખો વ્યુઝ મળ્યા છે ત્યારે કેટલાક વ્યુઅર્સે લૉજિકલ સવાલ કર્યા છે. જેમ કે આ બચ્ચાના મોંમાં શું છે? તે ક્યાં જઈ રહ્યું છે? બૉલ લઈને આ સ્ટેશન પર એ કઈ રીતે આવ્યું? એને આવું કરતાં કોણે શીખવ્યું? સૌથી મહત્વનું આ વિડિયો કોણે બનાવ્યો? જો વિડિયોમાં લાખો લોકોનું ધ્યાન એ ભૂંડે ખેંચ્યું હતું તો સ્ટેશન પરના લોકોને કેમ એની કોઈ દરકાર નથી?

જોકે આ બધા જ સવાલનો એક જ જવાબ છે કે આ વિડિયો અસલી નથી. સ્પેશ્યલ વર્ચ્યુઅલ માઇક્રો પિગીને કોઈ સાદા વિડિયોમાં ફિટ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2020 07:00 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK