Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લૉકડાઉનની કમાલઃ પેંગ્વિન રસ્તા પર ફરતાં કદી જોયાં છે?

લૉકડાઉનની કમાલઃ પેંગ્વિન રસ્તા પર ફરતાં કદી જોયાં છે?

20 April, 2020 08:10 AM IST | Cape Town
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉકડાઉનની કમાલઃ પેંગ્વિન રસ્તા પર ફરતાં કદી જોયાં છે?

પેંગ્વિન

પેંગ્વિન


કોરોના વાઇરસને કારણે સંપૂર્ણ વિશ્વમાં લૉકડાઉનની સ્થિતિ પ્રવર્તે છે. માનવીઓએ ફરજિયાતપણે ઘરમાં રહેવાનો વારો આવ્યો છે એવામાં પશુઓ બિન્ધાસ્ત રસ્તા પર વિહરતાં જોવા મળી રહ્યાં છે. ભારતમાં રસ્તા પર નીલગાય, સાબર ટહેલી રહ્યાના અને મોર નાચતો હોવાના સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયો જોઈને આશ્ચર્ય થાય છે. જોકે હવે કેપટાઉનમાં પેંગ્વિન રસ્તા પર ટહેલી રહ્યાં હોવાનો વિડિયો ટ્વિટર પર ફરી રહ્યો છે.




ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ ઑફિસર સુસાન્ત નંદાએ ટ્વિટર પર મૂકેલા 27 સેકન્ડના વિડિયોમાં પેંગ્વિન રસ્તો ક્રૉસ કરી રહ્યાં છે તો વળી કોઈ સોસાયટીમાં લટાર મારી રહ્યાં છે. રસ્તા પર ઘણાં જનાવરો ફરતાં જોઈ શકાય પણ પેંગ્વિનને રસ્તા પર આવેલાં જોવાં દુર્લભ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2020 08:10 AM IST | Cape Town | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK