Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કપાળથી જોડાયેલા ઓડિશાના બે ભાઈઓની સર્જરીને લિમ્કા બુકમાં સ્થાન

કપાળથી જોડાયેલા ઓડિશાના બે ભાઈઓની સર્જરીને લિમ્કા બુકમાં સ્થાન

14 November, 2019 09:43 AM IST | Odisha

કપાળથી જોડાયેલા ઓડિશાના બે ભાઈઓની સર્જરીને લિમ્કા બુકમાં સ્થાન

કપાળથી જોડાયેલા બે ભાઈઓ

કપાળથી જોડાયેલા બે ભાઈઓ


ઓડિશાના કંધમાલ જિલ્લામાં કપાળથી જોડાયેલા બે ભાઈઓને છુટા કરવાની સર્જરીને લિમ્કા બુકમાં સ્થાન આપવામાં આવશે. ભારતમાં આ પ્રકારના પ્રથમ ઑપરેશન તરીકે એને લિમ્કા બુકના ૨૦૨૦ની આવૃત્તિમાં સ્થાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

કપાળથી જોડાયેલા બે ભાઈઓ જગ્ગા અને કાલિયાને સર્જરી દ્વારા છુટા કરવાનું દિલ્હીની એમ્સમાં કરવામાં આવેલું ઑપરેશન સફળ રહ્યું છે. એમ્સના ૧૨૫ ડૉક્ટર્સ અને પૅરા મેડિકલની ટીમ દ્વારા ઑગસ્ટ, ૨૦૧૭માં અને ઑક્ટોબર, ૨૦૧૯માં એમ બે ઑપરેશન કરી આ સર્જરી કરવામાં આવી હતી. પહેલી સર્જરી વખતે બન્ને બાળકોની ઉંમર માત્ર ૨૮ મહિના હતી.



આ પણ વાંચો : જુઓ લગ્નની અનોખી આમંત્રણ પત્રિકા, હસી-હસીને લોટપોટ થઈ જશો


આ ઑપરેશનની વિશેષતા એ હતી કે બન્ને બાળકોના માથામાં એક જ નસ હોવાથી એમ્સની વેન બૅન્કમાંથી નસ લઈને કાલિયાના માથામાં લગાવવામાં આવી હતી. આ ઑપરેશન માટે આ અગાઉ આ જ પ્રકારની બે સર્જરીનો અનુભવ ધરાવનારા અલ્બર્ટ આઇન્સ્ટાઇન કૉલેજ ઑફ મેડિસિનમાં પીડિયાટ્રિક ન્યુરોસર્જન પ્રોફેસર જેમ્સ ગુડરીચની સલાહ લેવામાં આવી હતી. બાળકો પર સર્જરી કરતાં પહેલાં ત્રણ ડમી ઑપરેશન કરવામાં આવ્યાં હતાં. છેલ્લાં ૩૩ વર્ષમાં વિશ્વમાં આ પ્રકારની ૧૨ કે ૧૩ જ સર્જરી કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2019 09:43 AM IST | Odisha

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK