જુઓ લગ્નની અનોખી આમંત્રણ પત્રિકા, હસી-હસીને લોટપોટ થઈ જશો

Updated: Nov 14, 2019, 09:13 IST

લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે, એવામાં લગ્નના નિમંત્રણનું એક અનોખું કાર્ડ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે જેને જોઈને તમે પેટ પકડીને હસવા માંડશો.

લગ્નની અનોખી આમંત્રણ પત્રિકા
લગ્નની અનોખી આમંત્રણ પત્રિકા

લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે, એવામાં લગ્નના નિમંત્રણનું એક અનોખું કાર્ડ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે જેને જોઈને તમે પેટ પકડીને હસવા માંડશો.

કૉમેડિયન અક્ષર પાઠકે સોશ્યલ મીડિયા પર શૅર કરેલા આ કાર્ડને સૌથી પ્રામાણિક કાર્ડ ગણાવ્યું છે. કાર્ડના પહેલા જ પાના પર લખ્યું છે કે અમે કેટલો ખર્ચ કર્યો છે એ તો તમે કાર્ડ જોઈને જ સમજી ગયા હશો. અંબાણીથી અમે જરાય ઊતરતા નથી. તો કાર્ડમાં નીચે ગિફ્ટના બદલે કૅશ લાવવાનું જણાવતાં ઉમેર્યું છે કે ૧૮ જૂસર મિક્સર ગ્રાઇન્ડરનું અમે શું કરીશું?

લગ્નની તારીખ ૬ ડિસેમ્બર જણાવતાં કાર્ડમાં લખ્યું છે કે આ ઘણો સારો દિવસ હોવાથી અસંખ્ય લગ્ન છે એથી તમે કલાકો ટ્રાફિકમાં ફસાઈ શકો છો. રિસેપ્શનના આમંત્રણમાં દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિકની સરખામણી કરતાં બે-ત્રણ રિસેપ્શન રાખવાની વાત કહી. રિસેપ્શન સમય કરતાં સામાન્યપણે મોડું કરવામાં આવે છે એનો કટાક્ષ કરી પોતે દોઢ કલાક મોડા આવશે એમ લખ્યું છે.

આ પણ વાંચો : દર્દીનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એ માટે નર્સે તેને દત્તક લઈ લીધો

છેલ્લા પાના પર લગ્નસ્થળનું લોકેશન બતાવી મૅપના ભરોસે ન રહી કોઈને રસ્તો પૂછી લેવા જણાવાયું છે. આ કાર્ડને અત્યાર સુધીમાં ૧૧,૦૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે અને ૩૦૦૦ કરતાં વધુ વખત રીટ્વીટ કરાયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK