Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 90000 રૂપિયાના ટ્રાફિક મેમોને પડકારવા ભાઈએ 27 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા

90000 રૂપિયાના ટ્રાફિક મેમોને પડકારવા ભાઈએ 27 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા

11 September, 2019 11:43 AM IST |

90000 રૂપિયાના ટ્રાફિક મેમોને પડકારવા ભાઈએ 27 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા

રિચર્ડ કિડવેલ

રિચર્ડ કિડવેલ


૭૧ વર્ષના રિચર્ડ કિડવેલ નામના નિવૃત્ત એન્જિનિયર પર એક નોટિસ આવી, જેમાં ૧૦૦ પાઉન્ડ એટલે કે લગભગ 90000 રૂપિયાનું ચલાન હતું. તેમણે લિમિટેડ સ્પીડ ઝોનમાં સ્પીડ ડ્રાઇવિંગ કર્યું હતું એટલે આ દંડ થયો હતો. જોકે રિચર્ડને વિશ્વાસ હતો કે તેમણે કોઈ સ્પીડ લિમિટનું ઉલ્લંઘન નથી કર્યું એટલે પહેલાં તો તેમણે કોઈ જવાબ ન આપ્યો. એને કારણે તેમની પર દંડ ન ભરવા બદલ કોર્ટમાં કેસ થયો. આ કાર્યવાહી ત્રણ વર્ષ સુધી ચાલી. એ માટે ૧૮ લાખ રૂપિયા જેટલો ખર્ચ વકીલોને રોકવામાં અને ઉપરાંત કોર્ટ ફી અને અન્ય ચીજોનો ખર્ચ થઈને કુલ ૨૭ લાખ રૂપિયાનું આંધણ થઈ ગયું. બ્રિસ્ટલ પાસે રહેતા રિચર્ડનો દાવો હતો કે તેઓ સ્પીડમાં ગાડી નહોતા ચલાવતા.

આ પણ વાંચો : ગાડીમાંથી દીકરી પડી ગઈ એની ખબર પરિવારને 40 કિલોમીટર પછી પડી



કોર્ટમાં ઇલેક્ટ્રોનિક્સના નિષ્ણાતે પણ કહ્યું કે જે કૅમેરામાં તેમની કાર સ્પીડિંગ માટે ઝડપાઈ છે એમાં એ બીજી કારની બાજુમાં ચાલી રહી છે. એવામાં કૅમેરાના રેકૉર્ડિંગમાં ભૂલ હોઈ શકે છે. એમ છતાં વૉર્સેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હજી કેસ ચાલી રહ્યો છે. રિચર્ડનું કહેવું છે કે હવે તેમણે બહુ મોટી બચતની રકમ આ કેસ પાછળ ગુમાવી દીધી છે હવે કેસનું જે થવું હોય એ થાય. તેમનો પરિવાર પણ માને છે કે એના કરતાં તો પેલો દંડ ભરી દીધો હોત તો સારું થાત. 


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 11:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK