Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ કરોડપતિ માલિકને લગ્ન કરીને લક્ઝરી હૉલિડેઝ પર જવું છે:કોઈ છે ધ્યાનમાં?

આ કરોડપતિ માલિકને લગ્ન કરીને લક્ઝરી હૉલિડેઝ પર જવું છે:કોઈ છે ધ્યાનમાં?

15 February, 2020 07:49 AM IST | UK

આ કરોડપતિ માલિકને લગ્ન કરીને લક્ઝરી હૉલિડેઝ પર જવું છે:કોઈ છે ધ્યાનમાં?

ઍન્ડી સ્કૉટ

ઍન્ડી સ્કૉટ


મલ્ટિ-મિલ્યનેર ઍન્ડી સ્કૉટ જીવનમાં સફળતા મેળવ્યા બાદ હવે પોતાની અંગત જિંદગી પર ધ્યાન આપવા માગતો હોવાથી ૪૧ વર્ષની વયે પોતાને માટે યોગ્ય પાત્ર તલાશી રહ્યો છે. ૨૫૦ લાખ ડૉલરની સંપત્તિ ધરાવતો લંડન સ્થિત ઇન્વેસ્ટમેન્ટ કંપની આરઈએલ કૅપિટલનો માલિક ઍન્ડી એવી જીવનસંગિની શોધી રહ્યો છે જેને હવામાં ઊડવાનો તેમ જ બરફમાં સ્કીઇંગ કરવાનો શોખ હોય એ હિસાબે સંબંધ બરાબરીમાં જ શોભે એથી તે ઇચ્છે છે કે તેની પત્ની વિનમ્ર અને સુંદર હોવાની સાથે પોતાના ક્ષેત્રમાં સફળ અને પૈસાપાત્ર પણ હોવી જોઈએ.

આ પણ વાંચો : મિનિ રોનાલ્ડો તરીકે ઓળખાય છે બે વર્ષનો આ ટાબરિયો



આ પહેલાં ઍટમિક કિટન સ્ટાર લીઝ મૅક ક્લેરન નામની તેની ગર્લફ્રેન્ડ હતી, પરંતુ તેને હવામાં ઊડવાનો ડર લાગતો હતો. ઍન્ડીનું કહેવું છે કે તેઓ બન્ને સારા મિત્ર છે, પણ મને રોમાંચક અને ઍડ્વેન્ચર્સ જીવનશૈલી પસંદ છે, જ્યારે તે શાંતિપ્રિય છે.
ઍન્ડી ૨૬ વર્ષની વયે કરોડપતિ બન્યો હતો, પરંતુ ૩૦ વર્ષની વયે એક નાણાકીય કટોકટીમાં તેણે પોતાની મૂડી ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ફરીથી તેણે પોતાના બિઝનેસ પર ધ્યાન આપીને કંપનીને નવી ઊંચાઈએ લઈ ગયો અને હવે કંપની સધ્ધર હોવાથી તે પોતાના જીવનમાં સેટલ થવા યોગ્ય પાત્રની શોધ કરી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2020 07:49 AM IST | UK

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK