આ છે ખરા ટોપીબાજ
કેટલાક લોકો ટોપી પહેરાવવામાં માહેર હોય છે. જોકે ફ્લોરિડાના ટૅમ્પા શહેરમાં રહેતા ઑડિલોન ઓઝાર નામના ભાઈએ જાતે એવી ટોપી પહેરી છે કે તેમનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામ્યું છે. ઑડિલોને ૧૫ ફુટ અને ૯ ઇંચ લાંબી હૅટ બનાવી છે. આ હૅટને સૌથી લાંબી હૅટનો ખિતાબ ત્યારે જ મળે જો એ પહેરીને હરીફરી શકાતું હોય. એ માટે ઑડિલોનભાઈએ આ હૅટ પહેરીને ૩૨ ફુટ જેટલું ચાલીને પણ બતાવવું પડ્યું હતું.