250 કિલોના ભાઈનું વજન ઉતારવા તેના ટ્રેઇનરે કર્યુ આ કામ

Published: Oct 09, 2019, 10:20 IST | ઈંગ્લૅન્ડ

250 કિલોના ભાઈનું વજન ઉતારવા તેના ટ્રેઇનરે કોઈ લોકલ રેસ્ટોરાં તેને ખાવાનું ન આપે એવી ગોઠવણ કરી

250 કિલોના ભાઈનું વજન ઉતારવા તેના ટ્રેઇનરે કર્યુ આ કામ
250 કિલોના ભાઈનું વજન ઉતારવા તેના ટ્રેઇનરે કર્યુ આ કામ

ઈંગ્લૅન્ડના મિડલ્સબરોમાં રહેતા ૨૮ વર્ષનો યુવક ડૅરેન મૅકક્લિન્ટોકને જન્ક-ફૂડ અને ઓવરઇટિંગની આદતને કારણે બેફામ વજન વધવાનું શરૂ થઈ ગયેલું. જ્યારે વજનકાંટો ૪૦ સ્ટોન એટલે કે ૨૫૪ કિલો વજન થઈ ગયું ત્યારે તેની આંખો ખૂલી. પ્રોફેશનલ હેલ્પ લઈને ભાઈસાહેબે વજન ઉતારવાનું નક્કી કર્યું. પર્સનલ ટ્રેઇનર માઇક હિન્ડે તેનો ડાયટ અને એક્સરસાઇઝ કન્ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જોકે ડૅરેનની બહાર જઈને જન્ક ઠૂંસવાની આદત એટલી જોરદાર હતી કે તે ખોટું બોલીને બહારનું ખાવાનું ઘરે મગાવી લેતો. વજન વધુ હોવાથી તે બહાર બહુ ફરી શકતો નહોતો. આ જ વાતનો ફાયદો ઉઠાવીને માઇકે ડૅરેનની જે ફેવરિટ રેસ્ટોરાંઓ હતી જ્યાંથી તે ટેકઅવે મગાવતો હતો ત્યાં સૂચનાઓ લખીને મોકલી દીધી. એમાં તેણે ડૅરેન સાથેનો પોતાનો ફોટો પણ મૂક્યો હતો અને લખ્યું હતું કે ડૅરેન વજન ઉતારવા મથી રહ્યો છે તેને ફૂડ સર્વ કરશો નહીં. નવાઈની વાત એ હતી કે રેસ્ટોરાંવાળાઓએ પણ આ વાત માની. એટલું જ નહીં, પોતે વજન ઘટાડવા મથે છે એ વાત જાહેર થવાથી ડૅરેનને પણ ઘણું પ્રોત્સાહન મળ્યું અને તેણે પણ પોતાના કન્ટ્રોલને સુધાર્યો. આખરે તેણે ૧૨૫ કિલો વજન ઘટાડી દીધું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK