બૅન્કની ભૂલથી આ બહેન એક દિવસ માટે કરોડપતિ થઈ ગયાં

Published: Dec 16, 2019, 09:24 IST | Texas

કરોડપતિ બનવાનું સ્વપ્ન તો દરેક વ્યક્તિ જોતી જ હોય છે અને એ સ્વપ્ન પૂર્ણ કરવા તનતોડ મહેનત કરવા પણ તૈયાર હોય છે, પરંતુ અમેરિકાના ટેક્સસના ડલાસમાં રહેતી રુથ બલૂન એક દિવસ સવારે અચાનક કરોડપતિ બની ગઈ હતી.

રુથ બલૂન
રુથ બલૂન

કરોડપતિ બનવાનું સ્વપ્ન તો દરેક વ્યક્તિ જોતી જ હોય છે અને એ સ્વપ્ન પૂર્ણ કરવા તનતોડ મહેનત કરવા પણ તૈયાર હોય છે, પરંતુ અમેરિકાના ટેક્સસના ડલાસમાં રહેતી રુથ બલૂન એક દિવસ સવારે અચાનક કરોડપતિ બની ગઈ હતી. તેના અકાઉન્ટમાં ૩૭ લાખ ડૉલર એટલે કે લગભગ ૨૬.૧૫ કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા. જોકે તે માત્ર એક જ દિવસ માટે કરોડપતિ બની હતી. તેના પતિએ બૅન્કમાં ફોન કરતાં જાણવા મળ્યું કે ક્લર્કની ભૂલને કારણે અન્ય મહિલાને સ્થાને તેમના ખાતામાં પૈસા જમા થઈ ગયા. બૅન્કે પોતાની ભૂલ સુધારી લીધી હતી. 

આ પણ વાંચો : અહો આશ્ચર્યમ : બિલાડી એના મિત્ર ડૉગીને મસાજ કરી આપે છે

એક વખત માટે તો રુથ બલૂને માની લીધું કે તેને કોઇકે ક્રિસમસ ગિફ્ટ મોકલી છે. જોકે બૅન્કે રુથના પતિને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમારી એક ક્લાયન્ટે તેના અકાઉન્ટમાં વિદેશી ચલણમાં રકમ જમા કરાવી હતી. એક્સચેન્જના દરમાં વધ-ઘટ થતાં બૅન્કની બૅક ઑફિસને મૅન્યુઅલી આ લેવડદેવડની એન્ટ્રી કરવાની ફરજ પડી, પણ એ દરમ્યાન ભૂલથી આ રકમ રુથના ખાતામાં જમા કરવામાં આવી હતી. જોકે બૅન્કે એક નિવેદનમાં કહ્યું હતું કે જો રુથ બલૂનના પતિએ બૅન્કને જાણ ન કરી હોત તો પણ બૅન્કનું ધ્યાન પડતાં એ ભૂલ સુધારી લેવાઈ હોત.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK