Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અહો આશ્ચર્યમ : બિલાડી એના મિત્ર ડૉગીને મસાજ કરી આપે છે

અહો આશ્ચર્યમ : બિલાડી એના મિત્ર ડૉગીને મસાજ કરી આપે છે

16 December, 2019 09:16 AM IST | Vietnam

અહો આશ્ચર્યમ : બિલાડી એના મિત્ર ડૉગીને મસાજ કરી આપે છે

બિલાડી એના મિત્ર ડૉગીને મસાજ કરી આપે છે

બિલાડી એના મિત્ર ડૉગીને મસાજ કરી આપે છે


સામાન્યપણે વાતે-વાતે લડનારાઓ માટે કૂતરાં-બિલાડાંની જેમ ઝઘડતા હોવાની ઉપમા આપવામાં આવે છે. આ ઉપમાને ખોટી પાડે એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં વિયેટનામમાં રસ્તાની કિનારે એક બિલાડી આગળના પંજા વડે કૂતરાને છાતીના ભાગે મસાજ કરી રહી છે. 

દુર્લભ એવા આ દૃશ્યમાં બિલાડી એના પાછલા પગે ડૉગી પાસે બેસીને આગળના પંજાથી ડૉગીના બે પગ વચ્ચે મસાજ કરે છે તો સામા પક્ષે ચૉકલેટ કલરનો લેબ્રાડોર ક્રૉસ બ્રીડનો ડૉગી પણ પાછલા પગે બેસીને આરામથી બિલાડીને મસાજ કરવા દે છે. વચ્ચે-વચ્ચે ડૉગી પોતાની આંખો ઝપકાવીને મસાજનો આનંદ માણતો દેખાય છે.



આ પણ વાંચો : ન્યુ જર્સીની ખેડૂતે ગાયોને વિરાટ કદનાં ક્રિસમસ-સ્વેટર્સ પહેરાવ્યાં


આ વિડિયો વાઇરલ થયા બાદ ડૉગી અને બિલાડી જેવાં પ્રાણીઓ પાળનારાઓએ પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યાં છે. ૮૦ ટકા કરતાં વધુ લોકોનું કહેવું છે કે એક સમયનાં આ જાની દુશ્મનો વચ્ચે મિત્રતા જોવા મળી રહી છે, તો ત્રણ ટકા લોકો જણાવે છે કે તેમના પાળેલાં ડૉગી અને બિલાડી એક રૂમમાં રહી શકતાં નથી. જ્યારે ૬ ટકા લોકોએ જણાવ્યું કે બિલાડીઓ એનાં રમકડાં ડૉગીને રમવા આપતી હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2019 09:16 AM IST | Vietnam

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK