અમેરિકન ઑક્શન હાઉસ સોધબી દ્વારા યોજાયેલા એક વર્ચ્યુઅલ ઑક્શનમાં વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર રેમ્બ્રાંનું સેલ્ફ-પૉર્ટ્રેટ ૧.૪૫ કરોડ પાઉન્ડ (અંદાજે ૧.૪૦ અબજ રૂપિયા)ની કિંમતે વેચાયું હતું. ૧૬૩૨ની સાલમાં દોરાયેલા એ ચિત્રમાં ૨૬ વર્ષના ચિત્રકારે માથે હૅટ પહેરી છે અને ગળે માઇલસ્ટોન કૉલર (રફ) વીંટાળેલો છે. મંગળવારે યોજેલા ઑનલાઇન લાઇવ સ્ટ્રીમ્ડ વર્ચ્યુઅલ ઑક્શનમાં સોધબીને ૧૯.૨૭ કરોડ ડૉલર (અંદાજે ૧.૪૦ અબજ રૂપિયા) પ્રાપ્ત થયા હતા. આ ચિત્રકારનું છેલ્લું પૉર્ટ્રેટ ૨૦૦૩માં અંદાજે ૫૧.૫૬ કરોડ રૂપિયાની કિંમતે વેચાયું હતું. ગ્લોબલ ઑક્શનમાં ૮ ઇંચ લાંબું અને છ ઇંચ પહોળું એ પેઇન્ટિંગ છ જણે ખરીદ્યું હતું. ઑક્શનમાં પાંચ સદીના રેમ્બ્રાંથી પિકાસો સુધીના અનેક ચિત્રકારોની રચનાઓ વેચાઈ હતી. ‘વુમન ઇન રેડ હૅટ’ નામનું પેઇન્ટિંગ ૨.૨૩ કરોડ પાઉન્ડ (અંદાજે ૨.૧૬ અબજ રૂપિયા)માં વેચાયું હતું.
બ્રાઝિલના વૅક્સ મ્યુઝિયમમાં છે વૈશ્વિક નેતાઓનાં મીણનાં સૌથી ખરાબ પૂતળાં
17th January, 2021 08:37 ISTસ્પર્ધામાં વિધ્નો અપાર
16th January, 2021 09:42 ISTલૂંટમાં સર્વસ્વ ગુમાવી દીધા બાદ થ્રિસુરની મહિલાએ ફરી ચિપ્સનો વ્યવસાય શરૂ કર્યો
16th January, 2021 09:36 ISTહિમાચલ પ્રદેશના કુલુમાં દીપડો માનવીઓ સાથે રમી રહ્યો છે
16th January, 2021 09:23 IST