Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક છોટી સી LOVE STORY: જ્યારે ઠીંગુજીને મળી ગઇ ટચુકડી વહુ

એક છોટી સી LOVE STORY: જ્યારે ઠીંગુજીને મળી ગઇ ટચુકડી વહુ

09 June, 2020 12:45 PM IST | Meerut
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

એક છોટી સી LOVE STORY: જ્યારે ઠીંગુજીને મળી ગઇ ટચુકડી વહુ

25 વર્ષનો વરરાજા ફિરોઝ 22 વર્ષની ઝૈનબને પરણ્યો.

25 વર્ષનો વરરાજા ફિરોઝ 22 વર્ષની ઝૈનબને પરણ્યો.


આમ તો આ લગ્ન જરાય ધામધુમથી નથી થયા પણ છતાં ય સાદગીથી થયેલા આ લગ્નની ચર્ચા આખા મેરઠમાં છે. ઉત્તર પ્રદેશનાં મેરઠમાં થયેલા આ લગ્ન ધવાઇ નગરમાં નૌચંડી વિસ્તારમાં થયાં અને તે અનોખા હતા કારણકે અહીં વરરાજાનું કદ હતું બસ ત્રણ ફુટ અને તેમને પરણનારી નવ વધૂ પણ લગભગ એ જ કદની હતી.

આ નિકાહ શનિવારે થયા અને તેમાં આવેલા મહેમાનોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવ્યું પણ આ અનોખા ઠિંગુજી જોડાંને જોવાની ઉત્સુકતારોકવી તેમને માટે શક્ય નહોતી. 25 વર્ષનો વરરાજા ફિરોઝ 22 વર્ષની ઝૈનબને પરણ્યો.



તેણે કહ્યું કે, મને તો આશા પણ નહોતી કે મારા કોઇ દિવસ લગ્ન થશે. મારે માટે મારું કદ સૌથી મોટો પ્રોબ્લેમ હતો. મારા પિતાએ જ્યારે મને ઝૈનબ વિષે કહ્યું ત્યારે હું બહુ ખુશ થયો. હવે હું પણ પત્ની સાથે કોઇપણ પ્રકારની લઘુતાગ્રંથી વિના જિંદગી જીવી શકીશ. ફિરોઝનાં પિતા રિયાઝુદ્દિન માટે તો આ અલ્લાહની ભેટ છે.જ્યારે માગું આવ્યું ત્યારે તેમણે એક પણ મીનિટનો વિચાર કર્યા વિના હા પાડી દીધી હતી.આ લગ્નમાં પચ્ચીસ જાનૈયાઓ હતા અને અને છોકરીનાં ઘરેથી પણ એટલાં જ લોકો આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2020 12:45 PM IST | Meerut | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK