આ લોન દ્વારા દલિત વર્ગના લોકોને ૪૦ ટકાનો લાભ મળે છે. એ લોનનો ચેક મેળવવા વસઈ-વિરાર મહાનગરપાલિકાના બે કર્મચારીઓએ જગન્નાથ પાસે ૨૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. જગન્નાથ રેડ્ડીએ ઍન્ટિ-કરપ્શન બ્યુરોમાં આ વિશે ફરિયાદ કરી હતી.
ઍન્ટિ-કરપ્શન બ્યુરોના પોલીસ-ઇન્સ્પેક્ટર કુંદન જાદવે આ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘જગન્નાથ રેડ્ડીની ફરિયાદના આધારે અમે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીને અમે કહ્યું હતું કે કર્મચારીને બહાર આવેલા ચાના એક સ્ટૉલ પર બોલાવે. ત્યાં અમે કર્મચારી નયાનંદ વાઠોલેની અટક કરી હતી, જ્યારે લાંચ લેવામાં સામેલ પ્રોજેક્ટ મૅનેજર સંજય ઇનવારની પોલીસ તપાસ કરી રહી છે અને તેની પણ અટક થઈ શકે છે.’
પાલઘરમાં ૨૦૦ની નકલી નોટ સર્ક્યુલેટ કરતી મહિલા પકડાઈ
10th January, 2021 11:13 ISTનાલાસોપારામાં નિષ્ઠુર બાપે બે વર્ષના દીકરાને લાઇટરથી ગાલ પર ડામ દીધા
7th January, 2021 10:30 ISTનાલાસોપારામાં સિનિયરની કૅબિનમાં જઈને હેડ કૉન્સ્ટેબલે પોતાને ગોળી મારી
25th December, 2020 11:16 ISTશૉકિંગ! લૉકડાઉનમાં જૉબ જતાં ગુજરાતીનું સુસાઈડ
10th December, 2020 08:13 IST