Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બેહાલ નવરોજી લેન

17 December, 2014 07:11 AM IST |

બેહાલ નવરોજી લેન

બેહાલ નવરોજી લેન



lane




ઘાટકોપર-વેસ્ટની નવરોજી લેનની સંપૂર્ણ ફૂટપાથ જૂના પેવર-બ્લૉક્સથી ભરેલી છે; જેને લીધે બાળકો, મહિલાઓ અને મોટી ઉંમરના લોકો આ ફૂટપાથનો ઉપયોગ કરી શકતા નથી. તેમણે રોડ પર ચાલવું પડે છે, જેમાં તેમને જોખમ દેખાય છે. નવરોજી લેનમાં કોઈ ઇલેક્ટ્રિક કે મોબાઇલ કંપનીનું એક મહિનાથી વધુ સમયથી કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે. આમ તો આ કામ પૂર્ણતાને આરે છે, પણ આ કંપનીના કૉન્ટ્રૅક્ટરે રોડ ખોદીને કાઢેલા પેવર-બ્લૉક્સના ખડકલા ફૂટપાથ પર કરી દીધા છે, જેને પરિણામે આ વિસ્તારના રહેવાસીઓ હવે ફૂટપાથ પર ચાલી શકતા નથી.

આ માહિતી આપતાં આ વિસ્તારની રહેવાસી માધવી શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ કામ પહેલા દિવસથી જ ખૂબ જ સ્લો ચાલી રહ્યું છે, જેને કારણે અવરજવર કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. આવા કામોમાં કૉન્ટ્રૅક્ટર પર થોડીઘણી નિયમોની અને સમયની પાબંદી હોવી જોઈએ જેથી લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે.’


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2014 07:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK