રેલવેમાં નોકરી આપવાની લાલચ આપતા ઘાટકોપરના ગુજરાતી પરિવારની ધરપકડ

Published: Feb 25, 2020, 07:37 IST | Mumbai

નોકરી અપાવવાની લાલચ આપી લોકો સાથે લાખોની છેતરપિંડી કરતા ઘાટકોપરના બાપ-દીકરો અને દીકરીએ ૩૦ લોકોને છેતર્યા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પંતનગર પોલીસે એવા ગુજરાતી ત્રણ ફૅમિલી-મેમ્બરની ધરપકડ કરી છે જેમણે ૩૦ લોકોને રેલવેની નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરી હતી. આ ત્રણ જણમાં બાપ, દીકરો અને છોકરી મળીને રેલવેમાં સારી પોસ્ટ પર નોકરી લગાડી દઈશું એમ કહી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.

ઘટનાના આધારે ધરપકડ કરાયેલા આરોપીઓ નોકરી માટે જાહેરાત આવતી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર પોતે ઍડત નાખતા હતા. જાહેરાત જોઈ અરજી કરતા લોકોને આ લોકો રેલવેમાં ક્લર્ક, ટિકિટચેકરની નોકરી આપવાનો વાયદો કરતા હતા. રેલવેની નોકરીની લાલચમાં આવી લોકો ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચ કરવા માટે રેડી થઈ જતા હતા અને આ આરોપીઓ પૈસા લઈને રફૂચક્કર થઈ જતા હતા. આશ્ચર્યની વાત એ હતી કે આ ત્રણેય મળી લોકોને રેલવે હૉસ્પિટલમાં બૉડી ટેસ્ટ કરાવવા માટે લઈ જતા હતા જેથી લોકોને વિશ્વાસ બેસી જતો હતો કે સાચ્ચેમાં રેલવે નોકરી આ લોકો પાસેથી મળશે.

પંતનગર પોલીસ સ્ટેશનમાં ૨૦ ફેબ્રુઆરીએ એક ફરિયાદ કરવામાં આવી હતી જેમાં ફરિયાદી નષીમા લિખીએ પોતાના દીકરાને રેલવેની નોકરી અપાવવા માટેની મુલાકાત મહેન્દ્ર રાવલ સાથે ઘાટકોપરમાં થઈ હતી. તેણે નોકરી અપાવી દઈશું એમ કહી તેની પાસેથી ચાર લાખ રૂપિયા પડાવ્યા હતા અને આ પૈસા લઈને પલાયન થઈ ગયા હતા. આ સંબંધી પંતનગર પોલીસ સ્ટેશનમાં આ અગાઉ ૧૦ ફરિયાદો આવી હતી.

પંતનગર પોલીસ સ્ટેશનના એક અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘આરોપી મહેન્દ્ર રાવલ સાથે તેનો છોકરો કુણાલ રાવલ અને છોકરી રિન્કલ રાવલ પણ લોકોને રેલવેમાં નોકરી અપાવી દઈશું એની લાલચ આપી અને ફસાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હમણાં સુધીમાં અમારી પાસે આ ત્રણ લોકો વિરુદ્ધની ૧૧ ફરિયાદો આવી છે. આરોપીઓની પોલીસ રિમાન્ડ લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. આ આરોપીઓ પહેલાં ઘાટકોપરના ગારોડિયા નગરમાં રહેતા હતા, ત્યાં પણ ઘણા લોકો સાથે છેતરપિંડી કરીને તે લોકો ચેમ્બુર રહેવા ગયા હતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK