નૅશનલ પાર્કનાં પ્રાણીઓ હવે બિગ બૉસ જેવું જીવન વિતાવશે?

Published: Feb 16, 2020, 08:12 IST | Ranjeet Jadhav | Mumbai

૪૦ મીટર ઊંચા ટાવર, ઑપ્ટિકલ, થર્મલ, બુલેટ અને ડોમ કૅમેરા ૨૪x૭ પ્રાણીઓ પર નજર રાખશે

૧૦૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો સંજય ગાંધી નૅશનલ પાર્ક એક શહેરની હદમાં આવેલો વિશ્વનો સૌથી મોટો પાર્ક છે.
૧૦૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો સંજય ગાંધી નૅશનલ પાર્ક એક શહેરની હદમાં આવેલો વિશ્વનો સૌથી મોટો પાર્ક છે.

સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)માં ગેરકાયદે પ્રવેશ કરનાર લોકો ઉપરાંત વન્ય પશુઓની ગતિવિધિ પર ધ્યાન રાખવા માટે તેમ જ ગેરકાયદે શિકારની પ્રવૃત્તિની સાથોસાથ માનવી-પશુ વચ્ચેના ઘર્ષણના બનાવોને અટકાવવાના હેતુથી તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ, બ્રહ્માપુરી ફૉરેસ્ટ ડિવિઝન અને વિદર્ભના નવેગાંવ નગઝહીરા ટાઇગર રિઝર્વની માફક ઈ-સર્વિલન્સ પ્રોજેક્ટ હાથ ધરવાની યોજના આકાર પામી રહી છે.

યોજના અનુસાર ૪૦ મીટર ઊંચા ટાવર ગોઠવવામાં આવશે; જે શિકાર, વૃક્ષ પડી જવું, આગ વગેરે જેવી દૃષ્ટિએ સંવેદનશીલ હોય એવાં સ્થળોએ અને વન્ય પશુઓ પાર્કના ક્ષેત્રની બહાર નીકળી જતાં હોય એવાં સ્થળોએ ગોઠવવામાં આવશે. થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના વન પ્રધાન સંજય રાઠોડે સંજય ગાંધી નૅશનલ પાર્કની મુલાકાત લીધી હતી અને બેઠક દરમ્યાન ઍડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ સુનીલ લિમયે, એસજીએનપીના ડિરેક્ટર અનવર અહેમદ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીને એસજીએનપીને લગતા જુદા-જુદા પ્લાનની સંક્ષિપ્ત વિગતો જણાવાઈ હતી.

આ પણ વાંચો : મુંબઈ: કોસ્ટલ રોડ માટે ટનલિંગ ઑગસ્ટ મહિનામાં શરૂ થશે

વન વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘એસજીએનપી માટે અમારા દિમાગમાં રહેલી ઘણી યોજનાઓ વિશે વન પ્રધાન સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK